હત્યાનો પ્રયાસ:ઊંઝામાં પોલીસ ફરિયાદની અદાવતમાં છરીના ઘા ઝીંકી વેપારીની હત્યાનો પ્રયાસ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હુમલામાં ઘાયલ ઇંડાની લારીવાળાને બેભાન હાલતમાં દવાખાને ખસેડાયો
  • 2 હુમલાખોરો સહિત 6 શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો

ઊંઝા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક માસમાં ઈંડાની લારીવાળા ઉપર ત્રીજો હુમલો થયો છે. ઊંઝા હાઈવે પર ઈંડાની લારીના વેપારીને છરીના ઘા ઝીંકી પાઈપ વડે કરેલા હુમલામાં ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે 6 શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

ઊંઝા હાઈવે પર બ્રિજ પાસે રાજ ફ્રાય સેન્ટર નામે ઈંડાની લારી ધરાવતો સુનિલ સિંધી કારીગર સાથે સામાન લેવા જતો હતો. ત્યારે બ્રિજ નીચે 5-6 માણસો આવ્યા હતા. જેમાં વિક્રમ ઉર્ફે વસૂલી ઠાકોર નામના શખ્સે કહેલ કે, આ સુનિલે એક માસ અગાઉ અમારા ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલ છે. જ્યારે તેનાથી દૂર ઉભેલા ટૂંડાવના અનિલ પ્રહલાદભાઈ પટેલે કહેલ કે, આને તો મારો, પોલીસ કેસ થશે તો હું સંભાળી લઈશ. ત્યાર બાદ વિક્રમ વસૂલીએ છરી કાઢી સુનિલના શરીર ઉપર ઘા ઝીંક્યા હતા. જ્યારે રાહુલ ખંડવી નામના શખ્સે લોખંડની પાઈપ મારી હતી. સુનિલનો મજૂર પવન તિવારી વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. સુનિલને ગંભીર ઈજા પહોંચતાં ઊંઝાથી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ અને ત્યાંથી લાયન્સ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયો હતો. જ્યાં તે બેભાન હાલતમાં છે.

સુનિલના ભાઈ અનિલ દોલતરામ સિંધીની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે 3 શખ્સો સામે નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. એક માસમાં ઈંડાની લારીવાળા ઉપર બીજી વખત અને ઈંડાની લારી સળગાવવા સહિતની ત્રીજી ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...