વિવાદ:ખેરાલુના ગાજીપુરમાં ખેતરના રસ્તા બાબતે 8 શખ્સો દ્વારા હુમલો કરાયો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂકબધિર પિતા સાથે શું કામ માથાકૂટ કરો છો કહેતાં મામલો બિચક્યો

ખેરાલુ તાલુકાના ગાજીપુર ગામે ખેતરના રસ્તા મામલે થયેલી તકરારમાં હથિયારો સાથે હુમલો કરનાર આઠ શખ્સો સામે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ નોંધાઇ છે.પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે. ખેરાલુ તાલુકાના ગાજીપુર ગામના સલમાન ઇમ્તિયાઝઅલી સિંધીના મૂકબધિર પિતા અને તેમનો કુટુંબી ભાઈ અખ્તર હુસેન યુસુફમિયા સિંધી બંને જણા જરીનખાન ચૌહાણના ખેતર પાસેના રસ્તેથી નીકળતા હતા,

ત્યારે હાજર જરીનખાન અને રસીદખાન ચૌહાણે તેમના પિતાને આ રસ્તો તમારા બાપનો નથી તમારે અહીંથી નીકળવાનું નહીં કહેતાં અખ્તરહુસેને મારા મામા મૂકબધિર છે તેમની સાથે શું કામ માથાકૂટ કરો છો કહેતાં બંને ત્યાંથી જતા રહ્યા હતા અને ગત 28 ઓક્ટોબરે સલમાન કુટુંબી ભાઈ અખ્તરહુસેન સાથે દૂધ ભરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસીદખાન અને પઠાણ અલાદખાન સહિત ચાર જણાએ ભેગા મળી હથિયારો સાથે હુમલો કરી માર મારતાં સલમાન ઇમ્તિયાઝ અલીએ ખેરાલુ સિવિલમાં સારવાર ખસેડાયા હતા. 8 શખ્સો સામે ખેરાલુ પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ આઠ શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો 1 - રસીદખાન સોરાબખાન ચૌહાણ
2 - જરીનખાન રહીમખાન ચૌહાણ
3 - અલાદખાન મિસરીખાન પઠાણ
4 - ઈમ્તિયાઝખાન અલાદખાન પઠાણ
5 - તાજુભાઈ દલુભાઈ ચૌહાણ
6 - કાળુભાઈ ચૌહાણ
7 - લિયાકત કાળુભાઈ ચૌહાણ
8. ઇસ્માઈલ ગુલાબખાન સૈયદ

અન્ય સમાચારો પણ છે...