તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બહુચરાજીના હરિપુરા (એંદલા) ગામનો અરૂણજી ઉદેસંગ ઠાકોર ગામની યુવતીના મોબાઇલ પર બિભત્સ મેસેજ કરતો હતો. તાજેતરમાં રેવાજી પોપટજી ઠાકોર મેસેજ કરતાં રેવાજી ઠાકોરે અરૂણજી ઠાકોરને મોબાઇલમાં મેસેજ નહીં કરવા સમજાવવા જતાં ચાર શખ્સોએ પાઇપ અને ધોકા વગેરેથી હુમલો કર્યો હતો. જેમાં રેવાજી પોપટજી, રમેશજી શંકાજી, લેબુજી અમરતજી, અમરીબેન મણાજી અને હીરાબેન પોપટજીને ઇજા થઇ હતી. જે અંગે રેવાજી ઠાકોરે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં અરૂણાજી ઉદેસંગ ઠાકોર, ઉદેલા બીજલજી ઠાકોર, નવઘણજી બીજલજી ઠાકોર અને આંનદજી ઉદેસંગજી ઠાકોર સામે ગુનો નોંધાવ્યો હતો. વિસનગરના કંકુપરા (ગોઠવા) ના મહેન્દ્રસિંહ રણછોડજી ઠાકોરે ગામના જેસંગજી લાલાજી ઠાકોરને તમારો દીકરો અમારા પરિવારની દીકરીને મોબાઇલ પર મેસેજ અને ફોન કરીને હેરાન કરતો હોવાનું કહીને ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થતાં જેસંગજીએ અન્યો સાથે મળી તલવાર અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં જેસંગજી લાલાજી ઠાકોર, પ્રકાશજી જેસંગજી ઠાકોર, અનિલજી ગાંડાજી ઠાકોર અને શિવમ દવે સામે વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.