ફરિયાદ:કડીના પંથોડામાં વીજચોરી પકડવા ગયેલી વિજિલન્સની ટીમ પર હુમલો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રહેણાંક મકાનોમાં વીજજોડાણ લીધા વિના વીજળીની ચોરી કરાતી હતી
  • 4 હુમલાખોરો સામે વિજિલન્સની ટીમે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

કડી તાલુકાના પંથોડા ગામે વીજચોરી પકડવા ગયેલી વીજ કંપનીની વિજિલન્સ ટીમ ઉપર 4 શખ્સોએ કુહાડી અને લાકડી જેવા હથિયારોથી હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. જીવ બચાવીને ભાગેલા અધિકારીઓએ મોબાઈલ ફોનમાં પાડેલા ફોટા અને વીડિયો આધારે 4 શખ્સો સામે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગુરૂવારે પંથોડા ગામે મુસ્લિમ વિસ્તારમાં ચોકથી થોડે દૂર શેરીના રહેણાંક મકાનોમાં ચેકિંગ કરતાં કેટલાક રહીશોએ વીજ મીટરનું જોડાણ લીધા વિના ડાયરેક્ટ વીજળીના થાંભલા ઉપરથી લંગરિયા મારી વીજળીની ચોરી કરતા હોવાનું માલુમ પડતાં અધિકારીઓને જોઈ આ રહીશો વીજળીના થાંભલા ઉપરના લંગરિયા ઉતારવા જતાં અધિકારીઓએ રોક્યા હતા.

આથી 4 શખ્સોએ અધિકારીઓ પર લાકડી અને કુહાડી જેવા હથિયારો સાથે હુમલો કરી મારવા જતાં પોતાનો જીવ બચાવી દોડી રહેલા વીજ કંપનીના અધિકારીઓને અડફેટે લઇ માર્યો હતો. અધિકારીઓની બૂમો સાંભળી બીજી ટીમના માણસો અને પોલીસ આવી જતાં ચારેય નાસી છૂટયા હતા. વીજ કંપનીની ટીમે પાડેલા ફોટો અને વીડિયોને આધારે રાજકોટ વિલેજ ડિપાર્ટમેન્ટના જુનિયર ઇજનેર શૈલેશભાઈ જાદવભાઈ મકવાણાએ અજાણ્યા 4 શખ્સો સામે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...