ફરિયાદ:કડીના અગોલમાં બાઇક સાઇડમાં કરવા મામલે પંથોડાના કારચાલક પર હુમલો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડીના પંથોડાનો યુવક 2 દિવસ અગાઉ પિતા અને ભાઇ સાથે સાણંદના અણદેજથી કાર લઇ ઘરે પરત આવતાં અગોલ નજીક રસ્તામાં પડેલુ બાઇક બાજુમાં મુકવાનું કહેતાં ગામના 4 શખ્સોએ કારચાલકને મારી કારના કાચ ફોડતા બાવલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પંથોડાના સોહીલ અલીમીયા સૈયદ પિતા અલીમીયા અને ભાઇ સોયબઅલી સાથે કાર (GJ 01 RJ 6663) લઇને સાણંદના અણદેજથી પરત ઘરે આવતા હતા. રાત્રે 11 વાગે અગોલના સૂર્યમફાર્મ નજીકથી પસાર થતાં રસ્તા વચ્ચે બાઇક પડ્યું હોઇ સોહિલે કારમાંથી ઉતરી બાઇક સાઇડમાં કરતાં અગોલના અંતર મોતીભાઇ ખોખર અને ઇર્યાદ ઇમામભાઇ રાઠોડે બાઇકને લઇ ઝઘડો કર્યો હતો. બોલાચાલી થતાં ફિરદોસ અબ્દુલભાઇ ખોખર તેમજ અમન પ્રવિણભાઇ રાઠોડે દોડી આવી સોહિલને માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...