વિજાપુર તાલુકાના માલોસણ ગામમાં ખેતરના રસ્તા બાબતે બબાલ થતાં માલધારી ઉપર એક શખ્સે હુમલો કર્યો હતો. છરી જેવા હથિયાર વડે ઈજાઓ પહોંચાડતા લાડોલ પોલીસે હુમલો કરનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
માલોસણ ગામના મેલાભાઈ જગાભાઈ રબારી બુધવારે સવારે 10 વાગ્યાના સુમારે તેમના ભત્રીજા સાથે ગામની સીમમાં અંબાજી માતાજીના મંદિરની બાજુમાં આવેલા ખેતરમાં મગફળીનું વાવેતર કરેલુ હોવાથી જોવા માટે અને રેવન્યુ વિભાગના અધિકારી રસ્તો જોવા આવવાના હોવાથી ત્યાં ગયા હતા. આ સમયે રેવન્યુ વિભાગના અધિકારી રસ્તા બાબતે આવવાના હોવાનુ કહેતા ગામના વિષ્ણુભાઈ શંકરભાઈ પટેલે ઉશ્કેરાઈ જઈને રસ્તો તો તમારે આપવો જ પડશે તેમ કહીને હાથમાં છરી જેવા હથિયાર વડે મારવા આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે ખભા ઉપર વાગી જતાં મેલાભાઈ નીચે પડી ગયા હતા. જ્યારે રસ્તો નહી આપો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપીને વિષ્ણુ પટેલ જતો રહ્યો હતો. ત્યારબાદ મેલાભાઈ પ્રાઈવેટ વાહનમાં વિજાપુરની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. પોલીસને જાણ કરાતા લાડોલ પોલીસે વિષ્ણુભાઈ શંકરભાઈ પટેલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.