હુમલો:વડનગર પુરાતત્વ ખાતાની સાઈટના ચોકીદાર પર હુમલો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડનગરના અમરથોળ દરવાજા પાસે પુરાતત્વ ખાતાની સાઈટ ઉપર બપોરે આવવાની મનાઈ હોવા છતાં રોકતાં 3 શખ્સોએ પાઈપ અને ધારિયા વડે હુમલો કરી ચોકીદારને માર માર્યો હતો. વડનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વડનગરના અમરથોળ દરવાજા પાસેના રબારી વાસમાં રહેતો નિખિલ રબારી નજીકમાં આવેલી પુરાતત્વ ખાતાની સાઈટ ઉપર ચોકીદાર તરીકે નોકરી કરે છે. સોમવારે બપોરે રિસેશ દરમિયાન 3 શખ્સો સાઈટ ઉપર આવતાં ચોકીદારે મનાઈ કરી હતી. તેથી ત્રણેય શખ્સોએ બોલાચાલી કરી પાઈપ અને ધારિયા વડે માર માર્યો હતો. ચોકીદારને 108 દ્વારા વડનગર સિવિલમાં દાખલ કરાયો હતો.

આ મામલે ચોકીદારે ફરિયાદ આપતાં પોલીસે વડનગરના વિપુલજી ભરતજી ઠાકોર, અશ્વિનજી રજુજી ઠાકોર અને ભરતજી હીરાજી ઠાકોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...