તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વિજાપુરની જૂની કોર્ટ આગળ યુવક પર ચપ્પુ વડે હુમલો : 3 સામે ફરિયાદ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ રહેતાં મિત્રને ફોન કરી અપશબ્દો બોલનાર સાથે ઝગડો થયો હતો

વિજાપુરના એક શખ્સે મૂળ હિંમતનગર દેરોલ ગામના અને હાલ અમદાવાદ રહેતાં એક યુવકને ફોન કરી અપશબ્દો બોલ્યા હતા. અમદાવાદના આ યુવકે આ અંગે દેરોલ ગામમાં રહેતાં મિત્રને જાણ કરી હતી. જો કે, અપશબ્દો બોલવાનું કારણ જાણવા દેરોલના 3 યુવકો વિજાપુર આવતાં બંને પક્ષે ઝગડો થયો હતો. જેમાં એક યુવાનને છરી મારી હતી.

મૂળ હિંમતનગરના દેરોલ ગામના અને હાલ અમદાવાદ રહેતાં કલ્પેશ હરવદન વ્યાસને વિજાપુરના મિહીર જોષી નામના શખ્સે ફોન કરી અપશબ્દો બોલ્યા હતા. આ અંગે કલ્પેશ વ્યાસએ મંગળવારે દેરોલમાં રહેતાં અમરકુમાર કાંતિલાલ વ્યાસને ફોન કરી જાણ કરી હતી. અમરકુમારે અપશબ્દો બોલનાર શખ્સ સાથે વાત કરતાં જીભાજોડી થઇ હતી.

ત્યાર બાદ અમરકુમાર તેમના મિત્ર યોગેન્દ્રસિંહ નવલસિંહ ઝાલા અને વિશ્વજીતસિંહ જગદીપસિંહ ઝાલા સાથે હતા ત્યારે ફરી મિહીરે ફોન ફરી અપશબ્દો બોલી ફોન મુકી દીધો હતો. જેને લઇ યોગેન્દ્રસિંહએ કારણ જાણવા મિહીરને ફોન કરતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. અપશબ્દો બોલવાની ના પાડતાં તેમને વિજાપુર આવવા કહ્યું હતું.

ત્યાર બાદ ત્રણેય મિત્રો કાર લઇને વિજાપુર શહેરની જૂની કોર્ટ આગળ આવીને ઉભા રહ્યા હતા. મંગળવારે રાત્રે આઠેક કલાકે ગલ્લાની બાજુમાં બેઠેલા શખ્સોને અમરકુમારે પુછ્યું હતું કે, ફોન કરી તમારામાંથી કોણ ફોન કરી અપશબ્દો બોલે છે ? ત્યારે મિહીરએ મે અપશબ્દો બોલ્યા છે તમારાથી થાય તે કરી લો તેમ કહી ઝપાઝપી કરી હતી. ઝપાઝપીમાં યોગેન્દ્રસિંહ વચ્ચે પડતાં મિહીરે તેમને બે વખત ચપ્પુ માર્યુ હતુ. દરમિયાન રાજન બારોટ અને નરેશ મણીલાલ સોલંકી મિહીરનું ઉપરાણું લઇને મારી નાખવાની ધમકીઓ આપતાં હતા. બચવા દોડેલાં ત્રણેય મિત્રો કારમાં બેસી નિકળવાનો પ્રયાસ કરતાં કાર પર પથ્થર મારો કર્યો હતો. ઇજાગ્રસ્ત યોગેન્દ્રસિંહને વિજાપુરની ટીબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો