તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જોટાણામાં ગાળો બોલાવાની ના પાડતાં દંપતી પર હુમલો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરંડા પાસે બે યુવાનો ગાળો બોલતા હતા
  • ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે મહેસાણા સિવિલ ખસેડાયું

જોટાણા તાલુકાના સાંથલ ગામે ખેતી કરતા ભરતભાઇ ગોવિંદભાઇ પટેલ શુક્રવારે રાત્રે ઘર બહાર આવેલ વરંડાના દરવાજા આગળ ઉભા હતા ત્યારે પસાર થતા ભોપાભાઈ શિવાભાઈ પરમાર અને જીગરભાઈ રેવાભાઈ પરમાર અંદરો અંદર જોરજોરથી ગાળો બોલતા હોઈ ભરતભાઇ પટેલે ગાળો બોલવાની ના પાડતાં બન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને મનફાવે તેવી ગાળો બોલી લોખંડની પાઇપથી ભરતભાઇ પટેલને માર મારવા લાગ્યા હતા જેથી તેમની પત્ની છોડાવવા જતાં તેણીનીને પણ માર માર્યો હતો.

બન્ને શખ્સોએ લોખંડની પાઈપ ભરતભાઈના માથામાં તેમજ હાથ ઉપર મારતા લોહી નીકળવા લાગતા બુમાબુમ કરવા લાગતા પંડ્યા દીપકભાઈ તથા ગઢવી મોરારદાને વચ્ચે પડી મારમાંથી બચાવ્યા હતા. જ્યાં બંનેએ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત દંપતિને જોટાણા સિવિલમાં પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ ખસેડાતાં ભરતભાઈ પટેલને માથામાં બે ટાંકા, ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે ફેક્ચર તેમજ છાતીમાં જમણી બાજુ બેઠો માર અને તેમની પત્ની વસંતીબેનને જમણા હાથના કાંડા ઉપર બેઠો માર વાગ્યો હતો. સાંથલ પોલીસે ભોપાભાઈ શિવાભાઈ પરમાર અને જીગરભાઈ રેવાભાઈ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...