હુમલો:મકાનના બાંધકામ બાબતે કરેલી અરજી મુદ્દે પિતા અને પુત્રોનો હુમલો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુર તાલુકાના વડાસણ ગામની ઘટના
  • લોખંડની કોશ વાગતાં ઇજા, 3 સામે ગુનો

વિજાપુર તાલુકાના વડાસણ ગામમાં મકાનના બાંધકામ બાબતે કરેલી અરજીની અદાવત રાખી પિતા-પુત્રોએ અરજદાર ઉપર લોખંડની કોશથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘાયલને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. વસાઈ પોલીસે હુમલો કરનાર પિતા,બે પુત્રો સામે ગુનો નોંધ્યો છે.

વડાસણના વિજયસિંહ દલપતસિંહ વિહોલ શુક્રવારે સવારે ઘર આગળ ઉભા હતા, તે દરમિયાન પાડોશમાં રહેતા અનિલ વિહોલ ધોકો લઈને આવી મારા ઘરના ચણતર બાબતે ટીડીઓ અને કલેક્ટરને અરજીઓ કેમ કરે છે તેમ કહી ધોકો માર્યો હતો. આ સમયે અનિલના મોટાભાઈ અલ્પેશ અને તેના પિતા અરજણજી વિહોલે આવી વિજયના હાથ ઉપર લોખંડની કોશ મારી ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા.

વિજયને કોશ વાગતાં કુકરવાડામાં પ્રાથમિક સારવાર આપી મહેસાણાની સિવિલમાં ખસેડ્યો હતો. વિજય વિહોલની ફરિયાદ આધારે પોલીસે અરજણજી વિહોલ અને તેમના બંને પુત્રો અનિલ અને અલ્પેશ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...