તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વડનગર કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ અનેક દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં 200 પથારીઓની સેન્ટ્રલ લાઈન ઓક્સિજનની સુવિધા કાર્યરત

મહેસાણા જિલ્લાના વડનગર કોવિડ હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાને પગલે જિલ્લામાં અનેક કોવિડના દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યાં છે. કોવિડના દર્દીઓ માટે તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં 200 પથારીઓની સેન્ટ્ર્લ લાઇન ઓક્સિજન પુરવઠાની સુવિધા કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત દર્દીઓને આરોગ્ય વિભાગના પ્રોટ્રોકોલ મુજબ સારવાર આપવામાં આવી રહી છે.

હોસ્પિટલની સુવિધાનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
હોસ્પિટલની સુવિધાનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ ખડેપગે સેવા આપી રહ્યો છે

વડનગર ખાતેની કોવિડ હોસ્પિટલમાં સાદા ઓક્સિજન માસ્ક, આર.બી.એમ માસ્ક, બાયપેપ સહિત વેન્ટીલેટરની સુવિધા ઉપલ્બધ હોવાના કારણે મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ ખડેપગે સેવા આપી રહ્યો છે. જેને લઈને વડનગર હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલ દર્દીઓને અપાતી સારવાર અને હોસ્પિટલની સુવિધા બાબતે સતત અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

દર્દીઓને અપાતી સારવાર બાબતે અવગત થયા

વડનગર ખાતે હોસ્પિટલના ડીન મુકેશ દિનકર, મેડીકલ કોલેજના ડીન હિમાન્શુ જોષી, ડો. સુનિલ ઓઝા સહિત પ્રાન્ત અધિકારી ખેરાલુએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓ અને તેમના પરીવારજનોના ખબર અંતર પુછ્યા હતા. આ ઉપરાંત દર્દીઓને વડનગરમાં અપાતી સારવાર બાબતે અવગત પણ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...