તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગવું પ્રદાન:રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ પ્રજાપતિ સમાજમાંથી ત્રણ શિક્ષક ઝળક્યા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી વિવિધલક્ષી સર્વ વિદ્યાલયના શિક્ષક શૈલેષભાઇ ઓઝા શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન આપી લેખક પણ રહ્યા છે.અચલા પ્રજાપતિ મંચમાં લેખો દૈનિક વર્તમાનપત્રોમાં લેખો, પિરામીડ એ તેમની વિશીષ્ટ રચના છે.

ચાલુ સાલે શિક્ષણ વિભાગ દ્વારા તેમની જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઇ છે. મહેસાણા સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલયના વ્યાયામ શિક્ષક વિનોદકુમાર પ્રજાપતિ રમતગમત ક્ષેત્રે સિધ્ધિઓ,સ્કાઉન્ડટીગ પ્રવૃત્તિ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિના માધ્યમથી વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસની પ્રવૃત્તિઓ બદલ શિક્ષણ વિભાગ દ્વારા તેમની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારીતોષિક માટે પસંદગી થઇ છે.જ્યારે વિજાપુરના દોલતપુરા(ડાભલા) પ્રા.શાળાના શિક્ષક મેહુલકુમાર પ્રજાપતિએ શિક્ષણમાં ટેકનોલોજીના માધ્યમથી નોંધપાત્ર પ્રદાન કર્યુ છે.આ ઇનોવેટીવ શિક્ષક આઇસીટી નેશનલ એવોર્ડથી સન્માનિત થયા છે.ગુજરાતમાંથી ફક્ત બે શિક્ષકોની પંસદગીમાં મેહુલકુમાર અંકિત થયા છે.આમ જિલ્લાથી માંડીને રાષ્ટ્રકક્ષા સુધી પ્રજાપતિ ત્રણ શિક્ષકો ઝળક્યા છે.

અન્ય સમાચારો પણ છે...