તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાતમાં જળસંકટનાં એંધાણ:ઓગસ્ટના ચોથા સપ્તાહની શરૂઆતમાં ગત વર્ષે 18માંથી 8 ડેમમાં 51% પાણી હતું, ચાલુ સાલે 9 ડેમમાં 25%થી ઓછું છે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસ્વીર પાટણ જિલ્લાના સરસ્વતી બેરેજ જળાશય યોજનાની છે. જે હાલમાં તળિયાઝાટક છે. આ યોજનાથી પાટણ અને ચાણસ્મા તાલુકાના 22 ગામની 8745 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પૂરું પડાય છે.(સોર્સ : નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પ્સર વિભાગ) - Divya Bhaskar
આ તસ્વીર પાટણ જિલ્લાના સરસ્વતી બેરેજ જળાશય યોજનાની છે. જે હાલમાં તળિયાઝાટક છે. આ યોજનાથી પાટણ અને ચાણસ્મા તાલુકાના 22 ગામની 8745 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી પૂરું પડાય છે.(સોર્સ : નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પ્સર વિભાગ)
  • ઉત્તર ગુજરાતની 11 મોટી યોજનાથી 37 તાલુકાના 672 ગામની 2,88,778 હેક્ટરને સિંચાઇનું પાણી અપાય છે
  • ગત વર્ષે ઓગસ્ટના અંતમાં 70%થી વધુ જળસંગ્રહ ધરાવતાં 5 ડેમને એલર્ટ અપાયું હતું, આ વર્ષે 5 ડેમ તળિયાઝાટક

ઉપરવાસમાં પણ ખેંચાતાં વરસાદના કારણે ઉત્તર ગુજરાત માટે ચિંતાજનક સ્થિતિ બની રહી છે. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છતાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હજુ પાણીની આવક થઇ નથી. જેના કારણે હાલમાં માત્ર 23.90% પાણીનો જથ્થો બચ્યો છે. ગત વર્ષે સારા વરસાદના કારણે 15 જળાશયોમાં 46.15% જળસંગ્રહ થયું હતું.

15 જળાશયોની સ્થિતિ જોઇએ તો, ગત વર્ષે ઓગસ્ટના ચોથા સપ્તાહની શરૂઆતમાં 8 ડેમમાં 51%થી વધુ પાણી હતું. જેમાં 70%થી વધુ જળસંગ્રહ ધરાવતાં 5 ડેમને એલર્ટ અપાયું હતું. તેની સામે હાલમાં 9 ડેમમાં 25% થી ઓછું પાણી છે. જે આગામી સિઝન માટે પડકારરૂપ છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતની 11 મોટી યોજનાથી 37 તાલુકાના 672 ગામની 2,88,778 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી અપાય છે. જો, સપ્ટેમ્બરમાં પાણીની આવક નહીં થાય તો સિંચાઇનો પ્રશ્ન ઉભો થશે. ગત વર્ષે કુલ જળસંગ્રહના 35% જેટલા પાણીની આવક સપ્ટેમ્બર મહિનામાં થઇ હતી.

ઉ.ગુ.માં જળસંગ્રહની સ્થિતિ

જિલ્લોડેમ20202021
મહેસાણા158.42%33.21%
બનાસકાંઠા311.10%6.54%
સાબરકાંઠા542.28%15.17%
અરવલ્લી672.44%32.20%
કુલ1546.15%23.90%

672 ગામની 2.88 લાખ હેક્ટરને સિંચાઇનું પાણી અપાય છે

ડેમતાલુકાગામવિસ્તાર
(હેક્ટરમાં)
ધરોઇ717782599
દાંતીવાડા611059895
સીપુ12516000
મુક્તેશ્વર2316186
હરણાવ-22254040
હાથમતી813051667
માઝુમ1176287
મેશ્વો34428369
વૈડી1162013
વાત્રક47522977
સરસ્વતી બેરેજ
જળાશય2228745
કુલ37672288778

ગત વર્ષની સરખામણીને 15 જળાશયોની સ્થિતિ

જળાશય20202021
ધરોઇ58.42%33.21%
દાંતીવાડા13.98%8.35%
સીપ5.51%0.77%
મુક્તેશ્વર3.80%13.49%
ગુહાઇ23.73%10.95%
જવાનપુરા10.52%5.81%
હરણાવ-297.27%29.86%
ખેડવા63.36%12.12%
ગોરઠીયા42.89%19.52%
વાત્રક62.13%30.34%
માઝુમ71.03%34.66%
હાથમતી83.35%32.38%
લાંક27.68%0.29%
મેશ્વો80.85%42.67%
વૈડી71.42%15.56%

ગત વર્ષની સરખામણી જળસંગ્રહ

કાવારી20202021
25% થી ઓછું59
26% થી 50%26
51% થી 75%50
75% થી વધુ30

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...