સહાય:4663 ખેડૂતોને સહાય ચૂકવાશે : નિતીન પટેલ, તાલુકા કક્ષાના 14 ખેડૂતોને સન્માનિત કર્યા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુર તમાકુ યાર્ડમાં દેશી ગાય આધારિત ખેતી અને જીવામૃત યોજના ખૂલ્લી મૂકાઈ

વિજાપુર તમાકુ માર્કેટયાર્ડમાં ગુરુવાર બપોરે પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય તેમજ જીવામૃત માટે પ્રાકૃતિક કૃષિ કિટ સહાય યોજના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખુલ્લી મુકાઈ હતી.

જિલ્લામાં ખેતીવાડી, બગાયત અને પશુપાલનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 20 ખેડૂતોને સન્માનિત કરાયા હતા. જિલ્લા કક્ષાના 6 અને તાલુકા કક્ષાના 14 ખેડૂતોને સન્માનિત કર્યા હતા. જિલ્લા કક્ષાનો એવોર્ડ મેળવનાર દરેક ખેડૂતને રૂ.25 હજાર જ્યારે તાલુકા કક્ષાનો એવોર્ડ મેળવનાર દરેક ખેડૂતને રૂ.10 હજાર સહિત કુલ રૂ.2.90 લાખનો એવોર્ડ એનાયત કરાયા હતા.

જિલ્લાના 1825 ખેડૂતોને 1.14 કરોડની સહાય અપાશે

તાલુકોખેડૂતસહાયની રકમ
ઊંઝા16910.64 લાખ
કડી1348.44 લાખ
ખેરાલુ22514.17 લાખ
જોટાણા1428.94 લાખ
બહુચરાજી20713.04 લાખ
મહેસાણા20112.66 લાખ
વડનગર1338.37 લાખ
વિજાપુર21113.29 લાખ
વિસનગર1217.62 લાખ
સતલાસણા28217.76 લાખ
કુલ18251.14 કરોડ

​​​​​​​​​​​​​​જીવામૃત માટે 2818 ખેડૂતોને 38 લાખની સહાય

તાલુકોખેડૂતસહાયની રકમ
ઊંઝા3745.04 લાખ
કડી1662.24 લાખ
ખેરાલુ3443.33 લાખ
જોટાણા2853.84 લાખ
બહુચરાજી2663.59 લાખ
મહેસાણા2333.14 લાખ
વડનગર2773.73 લાખ
વિજાપુર2122.86 લાખ
વિસનગર3234.36 લાખ
સતલાસણા4355.87 લાખ
કુલ281838.04 લાખ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...