તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટાચાર:તારની વાડ યોજનામાં ગેરરીતિ રોકવા સહાયની ચૂકવણી જીપીએસ થકી સ્થળ તપાસ બાદ કરાશે

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યોજનામાં 305 ફોર્મ ભરાયાં, 28 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે

વન્યપ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને થતાં નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર કાંટાળા તારની વાડની યોજના તા.28 ફેબ્રુઆરી સુધી ખુલ્લી મુકવામાં આવી છે. ઓછામાં ઓછી 5 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો અથવા ઓછી જમીન ધરાવતા ખેડૂતો ગૃપ બનાવીને આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનામાં ગેરરીતિ રોકવા સહાયની ચૂકવણી જીપીએસથી સ્થળ તપાસ બાદ કરવાનો નિર્ણય કરાયો છે.

અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાંથી 305 અરજીઓ ગુજરાત એગ્રો કચેરી સુધી પહોંચી છે. 28 ફેબ્રુઆરી સુધી અરજીઓ સ્વીકારાશે. ત્યાર બાદ આવેલી અરજીઓનો લકી ડ્રો કરી લાભાર્થી ખેડૂતોને યોજનાનો લાભ અપાશે. જેમાં પ્રતિ મીટરે રૂ.200 અથવા કુલ ખર્ચના 50 ટકા બેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે સહાય બે તબક્કામાં ચૂકવાશે. પ્રથમ તબક્કાની સહાય થાંભલા ઉભા કર્યા સમયે તેમજ બીજા તબક્કાની સહાય કામગીરી પૂર્ણ થયા બાદ ચૂકવાશે. જોકે, સહાયની ચૂકવણી જીપીએસ સિસ્ટમથી સ્થળ તપાસ કર્યા બાદ ચૂકવાશે.

સિમેન્ટની જગ્યાએ લોખંડના થાંભલા અાપવા માંગ
ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળે છે. અગાઉ તારની વાડ લગાવવા સિમેન્ટના થાંભલા આપવામાં આવતા હતા. જેનું આયુષ્ય માંડ 2 થી 4 વર્ષનું છે. ભૂંડ અને નિલગાયનું ઝુંડ વાડને અથડાય તો તાર ખેંચાતાં થાંભલા તૂટી જાય છે. આ યોજનાનો લાભ એક ખેડૂતને એક જ વખત મળે છે તો સિમેન્ટની જગ્યાએ લોખંડના થાંભલા મળે તો તારની વાડનું આયુષ્ય વધી શકે અને ખેડૂતોને ફાયદો થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો