મહેસાણા શહેરમાં ર્ડા. આંબેડકર બ્રિજને જોડતા માનવ આશ્રમ અને રામોસણા એપ્રોચ રોડ પર ચોમાસા પહેલાં ડામર રિશરફેસિંગ કર્યા પછી હવે બ્રિજ વચ્ચે રેલવેની હદમાં બનેલ 250 મીટરના ઉબડખાબડ રોડ પરથી ડામર ઉખેડી નવો બનાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી છે. જેને લઇ હાલ બંને તરફ વાહન વ્યવહાર બંધ કરાયો છે.
હવે બ્રિજના આ મધ્ય માગમાં માસ્તીક આસ્પાસ્ટીમ નવી ડિઝાઇન મુજબ ડામર રિશરફેસિંગ કરવામાં આવશે. સંભવત: આગામી ચાર દિવસ સુધી કામગીરીને લઇ વાહન વ્યવહારને ઊંઝાથી ગાંધીનગર, વિસનગર આવન જાવનનો નજીકના ગ્રામ્ય માર્ગેથી ડાયવર્ઝન અપાયું છે. જેની જાણકારી ન હોઇ લોકોને ફરીને જવું પડ્યું હતું.
માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ કહ્યું કે, રામોસણાથી માનવ આશ્રમ સુધી 2 કિલોમીટર અને 200 મીટરના રોડમાં રૂ.2.98 કરોડના ખર્ચે રિશરફેસિંગ કરાઇ રહ્યું છે. જેમાં બંને સાઇડના રસ્તા અને બ્રિજ એપ્રોચની કામગીરી પૂર્ણ થઇ છે. હવે બ્રિજ વચ્ચે રેલવે તંત્રએ 250 મીટરમાં બનાવેલ રોડ જર્જરીત હાલતમાં હોઇ અહીં નેશનલ હાઇવે પરના બ્રિજમાં કરાતાં ડામર કામની નવી ડિઝાઇન મુજબ રિશરફેસિંગ કામગીરી કરવામાં આવશે. ડામરનું જૂનું લેયર દૂર કરી રિશરફેસિંગ કર્યા બાદ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.