ફરિયાદ:પરિણીતાને 10 લાખ રોકડા અને એસી લાવવાનું કહી કાઢી મૂકી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોટાણા તાલુકાના બાલસાસણ ગામની પરિણીતાની લાંઘણજ પોલીસમાં પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ

જોટાણા તાલુકાના બાલસાસણ ગામની પરિણીતા પાસે રૂ.10 લાખ દહેજ માંગી કાઢી મૂકતાં લાંઘણજ પોલીસ મથકમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે.જોટાણાના ટુંડાલી ગામનાં રંજનબેનનાં લગ્ન 7 માસ અગાઉ બાલસાસણના રોહિતજી ઠાકોર સાથે થયા હતા. શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ પતિ તેમજ સાસુ-સસરાએ મહેણાં ટોણા મારી કરિયાવર માગી માનસિક ત્રાસ અપાતું હતું.

તેથી રંજનબેન રિસાઈને સાસરીમાં આવી જતા હતા. જોકે, તેણીની માતા મનાવીને સાસરીમાં મોકલતી હતી. ગત 15 સપ્ટેમ્બરે પતિ, સાસુ અને સસરાએ ઘરમાં કંઈ કામ નહીં કરતી હોવાનું કહી દહેજ પેટે રૂ.10 લાખ અને એસી લઈને આવે તો જ ઘરમાં પેસવા દઈશું તેમ કહી ઘરમાંથી કાઢી મૂકતાં પતિ રોહિતજી ઠાકોર, સસરા અમરતજી ઠાકોર અને સાસુ પાર્વતીબેન સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...