• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • As The Song 'Duniya Ek Baju, Mehsana Ek Baju' Was Played, The Players Rushed To The Mehsana Police Line, The Ground Also Became Narrow.

ખેલૈયાઓમાં ગજબનો જુસ્સો:'દુનિયા એક બાજુ, મહેસાણા એક બાજુ' સોંગ વાગતાં મહેસાણા પોલીસલાઇનમાં ખેલૈયા ઝૂમી ઊઠ્યા, ગ્રાઉન્ડ પણ સાંકડું પડવા લાગ્યું

મહેસાણા2 મહિનો પહેલા

સમગ્ર ગુજરાતભરમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાંચમા નોરતે મહેસાણા શહેરમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા ઉમટી પડ્યા હતા. પાંચમા નોરતે લોકગાયક વિજય સુંવાળાએ પોતાના અનોખા અંદાજમાં મહેસાણાવાસીઓને ડોલાવ્યા હતા.

અવનવા સ્ટેપ સાથે ખેલૈયા આકર્ષણ જમાવ્યું
મહેસાણા પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ દ્વારા મોટા પાયે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવ દિવસ સુધી અલગ અલગ કલાકારો પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે પાંચમા નોરતે લોક ગાયક વિજય સુંવાળાએ પોતાના ગીતો રજૂ કરી ખેલૈયાઓને હિલોળે ચડાવ્યા હતા. 'દુનિયા એક બાજુ, મહેસાણા એક બાજુ' સોંગ ગાતાની સાથે જ મહેસાણાવાસીઓ જોરદાર ઝૂમી ઉઠ્યા હતા. ખેલૈયાઓના ચહેરા ઉપર થાકનું નામોનિશાન જોવા મળ્યું નહોતું.

ગ્રાઉન્ડ પણ સાંકડું પડવા લાગ્યું
નવરાત્રિના બે દિવસ ખેલૈયાઓને પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા એમ પાંચમા નોરતે મહેસાણા પોલીસ ગ્રાઉન્ડ ખીચોકીચ ભરેલું જોવા મળ્યું હતું. કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર મહેસાણા પોલીસ લાઇનમાં હૈયાથી હૈયુ દળાય એવી ભીડ જામી હતી.

તમારા વિસ્તારની સોસાયટી કે શેરી ગરબાની નવરાત્રિ LIVE જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ...


તસવીરોમાં જોઇએ ખેલૈયાઓનો આનંદ

અન્ય સમાચારો પણ છે...