હાલાકી:સર્વર ધીમું ચાલતું હોઇ મહેસાણા ડેપોમાં પાસ કઢાવવા છાત્રોની લાંબી લાઇન લાગે છે

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

કોરોના હળવો થતાં તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓની પાસ કઢાવવા મહેસાણા એસટી ડેપોમાં ભીડ જામે છે. પરંતુ ઓનલાઇન સર્વર ધીમું ચાલતું હોઇ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. છેલ્લા ચાર દિવસથી આ સમસ્યા છે. જેના કારણે રોજ સાંજે 4 વાગે પાસ કાઢવાની બંધ થતી કામગીરી બે કલાક વધારી દેવાઇ છે.

મહેસાણા ડેપોમાં ઓનલાઇન આઇડીએમએસ અને સીડીએમએસ સર્વર ધીમું ચાલતાં પાસ કાઢવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે. સામાન્ય રીતે એક પાસમાં બે મિનિટ લાગતી હોય છે, જે હાલ સર્વર ધીમું ચાલતું હોઇ 7 થી 8 મિનિટ થાય છે. જેના કારણે વિદ્યાર્થીઓની પાસ કઢાવવા લાઇન લાગે છે.

ડેપો મેનેજર એસ.એસ. પટેલે કહ્યું કે, હાલ સર્વર ધીમું છે. જોકે વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી છે એટલે કોઇને પાછું ન જવું પડે માટે હાલ પાસની કામગીરી બે કલાક વધારી દીધી છે. સાંજે 4ના બદલે 6 સુધી પાસ કાઢી આપવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...