હવામાન:હવામાં ભેજનું પ્રમાણ વધતાં 2 દિવસમાં ઠંડી 4 ડિગ્રી ઘટી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં આગામી 48 કલાકમાં ફરી ઠંડી વધશે
  • મહેસાણામાં​​​​​​​ ઠંડી 4.2 ડિગ્રી ઘટીને 23.6 ડિગ્રી થઇ

મધ્ય પ્રદેશમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે છેલ્લા 48 કલાકથી ઉ. ગુ.માં ઠંડીના પ્રમાણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સોમવારે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનું પ્રમાણ 21.3 થી 23.6 ડિગ્રી નોંધાયું હતું. જોકે, 48 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં ફરી ઠંડી પરત ફરી શકે છે.

ઉ.ગુ.નું આકાશ રવિવારે વાદળ છાયું બનતાં સતત બીજા દિવસે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી વધતાં ઠંડીનું જોર ઘટ્યું હતું. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં વહેલી સવારના ભેજમાં 26% વધારો થતાં ઠંડી ઘટી હતી. દિવસે ભેજનું પ્રમાણ 5% ઘટતાં ગરમીનું પ્રમાણ પોણો ડિગ્રી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં 36 થી 36.6 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ઉત્તર-પૂર્વિય પવનના કારણે ભેજનું પ્રમાણ ઘટશે અને ઠંડી પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...