તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનો શરૂ ક:કોરોનાના કેસ ધીમા પડતાં મહેસાણા રેલવે સ્ટેશનથી 70 % ટ્રેનો દોડતી થઈ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાકાળ પહેલાં દોડતી 56 ટ્રેનોમાંથી 40 ટ્રેનો શરૂ કરાઈ
  • બાન્દ્રા-દિલ્હી ગરીબરથ, બેંગ્લુરુ-ભગતની કોઠી, કોચુવલ્લી-બિકાનેર ટ્રેનોનું સ્ટોપેજ રદ કરાયું

કોરોનાના કેસ ઘટવાની સાથે રેલવે વ્યવહાર પૂર્વવત કરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે મહેસાણા રેલવે સ્ટેશન ઉપર 70 ટકા ટ્રેનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. કોરોનાકાળ અગાઉ અહીંથી 56 ટ્રેનોની અવરજવર હતી, જે હાલમાં 40 જેટલી દોડતી થઈ ગઈ છે. હજુ પણ 16 જેટલી ટ્રેનો શરૂ કરાઈ નથી. મહેસાણા રેલવે સ્ટેશન ઉપર કોરોનાકાળ અગાઉની પરિસ્થિતિની તુલનાએ શરૂ કરાયેલી 70 ટકા ટ્રેનો પૈકી કેટલીક ટ્રેનોના સ્ટોપેજ મહેસાણા રેલવે સ્ટેશને નહીં અપાતાં પેસેન્જરોએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં બાન્દ્રા-દિલ્હી ગરીબરથ ટ્રેન, બેંગ્લુરુ-ભગતની કોઠી, કોચુવલ્લી-બિકાનેર ટ્રેનોનું કોરોના પહેલાં મહેસાણા રેલવે સ્ટેશને સ્ટોપેજ હતું તે રદ કરાયું છે.

અગાઉની ટ્રેનો હજુ સુધી શરૂ કરાઈ નથી
મહેસાણા રેલવે સ્ટેશનને જોડતી અમદાવાદ- અજમેર ઈન્ટરસિટી એક્સપ્રેસ, અમદાવાદ-જયપુર લોકલ, દાદર-ભૂજ ટ્રેનો હજુ શરૂ કરાઈ નથી. મહેસાણા-પાટણ લોકલ ટ્રેનની સવારની 1 ટ્રીપ કરી સાંજની બીજી ટ્રીપ બંધ છે. અમદાવાદ-પાટણ ડેમુ ટ્રેનની બપોરની ટ્રીપ હજુ સુધી શરૂ નહીં કરાતાં મુસાફરોને તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...