મહેસાણા શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના પરિણામે શહેરના અનેક માર્ગો પર મોટા મોટા ખાડા પડી ગયાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઇ નગરપાલિકાની ટીમે સર્વે શરૂ કર્યો હતો ત્યારે આજે વહેલી સવારથીજ શહેરમાં પડેલા ખાડાઓ પાલિકાએ પુરવાનું ચાલુ કરી દીધું હતું.
મહેસાણા શહેરમાં આવેલા ગાંધીનગર લિંક રોડ,માનવ આશ્રમ વિસ્તારમાં,અવસર પાર્ટી પ્લોટ,એક્ઝોટીકા સ્કૂલ સહિતના વિસ્તારોમાં વરસદને કારણે પડેલા ખાડાઓ આજે પાલિકાએ પુરવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારે વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું કે જે દિવસે ભારે વરસાદ પડ્યો એના બપોર બાદ શહેરમાં સફાઇ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી તેમજ ખારી નદી પર રવિવારથી સફાઈ કામ ચાલુ કરવામાં આવ્યું છે.
શહેરના મોટાભાગના ખાડાઓ સાંજ સુધીમાં પુરાઈ જશે-ચીફ ઓફિસર
મહેસાણા પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે આજે મોટા ભાગના ખાડાઓ પુરાઈ ગયા છે ત્યારે સાંજ સુધીમાં તમામ ખાડાઓ પુરી દેવામાં આવશે ત્યારે ગાંધીનગર લિંક રોડ પર જે એજન્સીએ લાઈનનું કામ કર્યું હતું એમાં એજન્સીની બેદરકારીને કારણે યોગ્ય પુરાણ ન કરતા રોડની સાઇડોમાં ખાડા પડી ગયા હતા જે એજન્સીના ખર્ચે કામ કરવમાં આવી રહ્યું છે
ચોમાસુ પૂર્ણ થયા બાદ નવા રોડ બનશે
મહેસાણા પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે હાલમાં જે સ્થળે ખાડાઓ પડી ગયા છે તે પુરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે તેમજ જે રોડ તૂટી ગયા છે એ પાલિકા બનાવી આપશે તેમજ ચોમાસુ પૂર્ણ થતાં નવા રોડ બનાવવામાં આવશે ત્યારે આજે સવારથી પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની દેખરેખમાં ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.