મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે માઉન્ટ આબુથી વિદેશી દારૂ ભરીને ગાડી અમદાવાદ જાય એ પહેલા જ વિસનગર તાલુકાના અંતરિયાળ ગામમાંથી પસાર થતા રોડ પરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.તેમજ કુલ 1.39 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ આદરી છે.
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા પંદર એક દિવસથી સતત બાતમી આધારે મેવડ ટોલ નાકા અને તેના આસપાસ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી ગાડી મહેસાણા ક્રોસ કરે એ પહેલા જ ઝડપી લેતા હતા. જે કારણે વિદેશી દારૂનો વેપાર કરતા બુટલેગર હવે પોલીસથી બચવા હવે મુખ્ય હાઇવેના બદલે અંતરિયાળ ગામોમથી પસાર થતા રોડ પરથી પસાર થઈ વિદેશી દારૂ ઘુસાડી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.ત્યારે મહેસાણા lcb એ બાતમી આધારે દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી છે.
વડગામનો ગોવિદ કલાભાઈ રબારી પોતાની GJ08CM3489 નંબરની ગાડીમાં માઉન્ટ આબુથી વિદેશી દારૂ ભરી ને ગણેશપુર વિસનગર થઈ અમદાવાદ જતો હોવાની બાતમી મહેસાણા lcb ને મળતા કંસારા કુઈ થી ગણેશ પૂરાં ગામ નજીક રેલવે અંડર પાસ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલ ગાડી ને ઝડપી પાડી,ગાડી મથી પોલીસે 39,775 નો વિદેશી દારૂ તેમજ 1 લાખની ગાડી મળી કુલ 1,39,775 નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.