• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • As Many As 3500 Employees Of Mehsana District Will Go On Strike From Tonight, The Wheels Of 760 Buses Of The District Will Stop.

બસોની હડતાળ:આજ રાતથી મહેસાણા જિલ્લાના 3500 જેટલા કર્મચારીઓની હડતાળ, જિલ્લાની 760 બસોના પૈડાં થંભી જશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી પડતર માંગણી નહીં સ્વીકારતા કર્મચારીઓ લડતના મૂડમાં

રાજ્યભરમાં એસટીના કર્મચારીઓ આજે રાત્રે 12 કલાકે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે. લાંબા સમય થઇ પડતર માંગણીઓ નહીં સ્વીકારતા મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરના એસટી યુનિયન દ્વારા લડતના મૂડમાં આવ્યા છે. જેમાં યુનિયન દ્વારા હડતાળ પર ઉતરવાનું એલાન અપવામ આવ્યું છે.

રાજ્યના 38 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરનારા છે. જેમાં મહેસાણા જિલ્લાના 3500 જેટલા એસટીના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. તેમજ મહેસાણા એસટી ડિવિઝનની કુલ 760 જેટલી બસોના પૈડાં આજ રાત્રે 12 કલાકે થભી જશે.

હડતાળમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ સુપરવાઈઝર તેમજ સુરક્ષા વિભાગના કર્મચારીઓ જોડાશે. મિકેનિકલ વિભાગના સ્ટાફ સહિતના વર્ગ 3 અને 4ના તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાશે

અન્ય સમાચારો પણ છે...