ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને તમામ પક્ષઓ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા અને લોકો આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હાલમાં દરેક પાર્ટી પોતાની તૈયારીઓ ચાલુ કરી બેઠકોના દોર શરૂ કરી દીધા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાની પાર્ટીને લગતી ચૂંટણીલક્ષી તૈયારીઓ કરવામાં લાગી છે. ત્યારે આગામી 6 જૂનના રોજ અરવિંદ કેજરીવાલ મહેસાણા ખાતે રોડ શો યોજશે તેમ પાર્ટીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આગામી 6 જૂને અરવિંદ કેજરીવાલ મહેસાણા ખાતે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે રોડ શો યોજવા જઇ રહ્યા છે. ત્યારે 6 જૂનને સોમવારની સાંજે મહેસાણા સિવિલથી તોરણવાળી ચોક સુધી અરવિંદ કેજરીવાલ રોડ શો યોજી રેલીમાં જોડાશે.
આ અંગે આમ આદમી પાર્ટીના ભગત પટેલે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી સીધા મહેસાણા વિશાળ તિરંગા યાત્રા યોજશે. જેમાં 20 હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે. મહેસાણા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે, ત્યારે વિશાળ તિરંગા યાત્રાની શરૂઆત સૌ પ્રથમ મહેસાણા ખાતેથી કરવામાં આવશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ થોડા સમય માટે તોરણવાડી માતા ચોક ખાતે સભા સંબોધશે. જો કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાર્ટી દ્વારા આવી વિશાળ રેલીઓ યોજવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.