108ની ટીમ 'દેવદૂૂત' બની:સતલાસણમાં નવજાત બાળકીનો જીવ બચાવવા 53 કિલોમીટર સુધી કૃત્રિમ શ્વાસોશ્વાસ અને CPR આપી જીવ બચાવ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા ખાતે એક નવજાત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા પરિવાર 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી જ્યાં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ તાત્કાલિક બાળકીને સતલાસણા થી વિસનગર સુધી કુત્રિમ શ્વાસો શ્વાસ આપી પ્રાણ પૂર્યા હતા અને વિસનગર હોસ્પિટલમાં સારવાર આપી હતી

મહેસાણા જિલ્લાની સતલાસણા 108 એમ્બ્યુલન્સ ને ભાવના હોસ્પિટલ સતલાસણાથી એક નવજાત બાળકનો રિફર કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ તરત જ ભાવના હોસ્પિટલ પહોંચી ગયા હતા જ્યાં બાળકને એમ્બ્યુલન્સમાં લઈ તપાસ કરતાં માલૂમ પડ્યું કે બાળકના ધબકારા ખુબજ ઓછા હતા અને બાળકને શ્વાસ લેવામાં પણ ખુબજ તકલીફ પડી રહી હતી તથા બાળક બેભાન અવસ્થામાં ખુબજ ગંભીર પરિસ્થિતિમાં જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યું હતું.

જેથી તેને વેન્ટિલેટર વાળી હોસ્પિટલમાં દાખલ કરવું જરૂરી હતું.જેથી 108 ના તબીબ ના જણાવ્યા અનુસાર સતલાસણા ના ઈ એમ ટી નીલમબેન ચૌધરી એ તરતજ એમ્બ્યુલન્સ માં જ પ્રાથમિક સારવાર શરૂ કરી અને અમદાવાદ સ્તિથ તબીબ ના માર્ગદશન સાથે જેમાં બાળકને CPR (છાતી માં દબાણ)આપ્યો અને સતત 53 કિલોમીટર સુધી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી 108 ના પાયલોટ પ્રવીણ દેવડા ના સુરક્ષિત ડ્રાઇવિંગ અને સુજબુજથી 53 કિમી દૂર વિસનગરની નુત્તન હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા હેઠળ સલામત રીતે દાખલ કર્યું હતું તેમજ પરિવારે 108 ના કર્મીઓનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...