તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જોરણંગની યુવતીની હત્યામાં પરિણીત પ્રેમીની ધરપકડ, યુવતીની સગાઇ નક્કી થતાં ગળુ કાપી મારી નાખી હતી

આંબલિયાસણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

મહેસાણાના જોરણંગની યુવતીની હત્યા મામલે ગામના તેના પ્રેમીની લાંઘણજ પોલીસે ધરપકડ કરી છે. જેમાં યુવતીની સગાઇ નક્કી થતાં તેનું ગળુ કાપી મારી નાખી હોવાનું ખૂલ્યું હતું. જોરણંગથી આખજના માર્ગ પર ગામના અમરતજી ઠાકોરની 18 વર્ષીય દીકરી શનિવારે સવારે કામ અર્થે બાજુના ખેતરમાં ગઈ હતી, પરત ન ફરતાં શોધખોળમાં ઓરડીની નજીક ખેતરમાંથી તેની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસવડા, ડીવાયએસપી, એલસીબી, ડોગ સ્કવોડ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસમાં યુવતીની હત્યા ગામના પરિણીત પ્રેમી ઠાકોર સંજયજી દશરથજીએ કરી હોવાનું પૂછપરછમાં બહાર આવતાં અટકાયત કરી હતી. હત્યાનો ભેદ લાંઘણજ પોલીસ મથકના પીએસઆઇ એસ.ડી. રાતડા સહિત સ્ટાફે ગણતરીના કલાકોમાં ઉકેલી નખાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો