ધરપકડ:રામપુરા ગામે બંધ મકાનમાંથી 1.65 લાખના દારૂ સાથે શખ્સ ની ધરપકડ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂનો વેપાર કરનાર બુટલેગર ન મળતાં પકડવા તજવીજ હાથ ધરાઇ

જોટાણા તાલુકાના રામપુરા ગામે એક બંધ અવાવરૂ મકાનમાંથી રૂ.1.65 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો વેપાર કરનાર બુટલેગર મળી ન આવતાં તેની શોધખોળ આદરી છે.

સાંથલ પોલીસને બાતમી મળી હતી કે, જોટાણા તાલુકાના રામપુરા ગામનો ઝાલા નંદુભા ઇન્દુભા નામનો શખ્સ દરબાર વાસમાં આવેલા ઝાલા રણજીતસિંહ રાજુભાઈના બંધ અવાવરૂ મકાનમાં બહારથી દારૂ લાવીને વેપાર કરી રહ્યો છે.

જેને આધારે પીએસઆઇ એ.કે. વાઘેલા અને તેમની ટીમે ઘટના સ્થળે રેડ કરીને મકાનમાંથી રૂ.1.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રામપુરાના બજાણિયા સંજય શંકરભાઈને ઝડપી પાડ્યો હતો. જ્યારે નંદુભા ઝાલા મળી ન આવતાં તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...