કાર્યવાહી:લાંઘણજના યુવકને માથામાં ધોકા મારી હત્યા કરનારા 2 આરોપીઓની ધરપકડ

આંબલિયાસણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીની પત્ની સાથે અનૈતિક સબંધના વહેમમાં હત્યા કરાયાનું ખૂલ્યું
  • લાંઘણજ પોલીસે ગણતરીના કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો

મહેસાણાના લાંઘણજના યુવકની હત્યાનો ભેદ લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી ગામના જ બે યુવકોની ધરપકડ કરી લીધી છે.લાંઘણજનો પટેલ પરેશ ચંદુલાલ (33) મહેસાણા ખાતે ગામના ચાર્ટડ એકાઉન્ટ મેહુલભાઈને ત્યાં ડ્રાઈવર કમ ઓફિસ બોયની નોકરી કરતો હતો. શનિવારે સાંજે પત્નીને ગાડી લઈ વર્ધીમાં જાઉં છું તેમ કહી નીકળેલો યુવક મોડી રાત્રે પરત નહીં આવતાં બીજા દિવસે સવારે શોધખોળ દરમિયાન લાંઘણજ-આખજ રોડ પર રેલ્વે ફાટક નજીક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. જે અંગે લાંઘણજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પીએસઆઇ એસ.બી. ઝાલાએ બનાવની ગંભીરતા જોતાં ડી સ્ટાફના તરુણસિંહ, પરેશભાઈ, કિરીટસિંહ, હેકો. ગૌતમભાઈ સહિતની 2 ટીમો બનાવી તેમજ એલસીબી પીઆઇ વાળાની સૂચના આધારે તપાસમાં લાગી હતી. જેમાં ટેકનિકલી અને હ્યુમન રિસોર્સ આધારે મૃતકના ઘરની પાસે રહેતા પટેલ ચિરાગ બેચરભાઈ અને પટેલ શૈલેશ ભીખાભાઈની સંડોવણી બહાર આવતાં તેમને પકડી પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી. જેમાં મૃતકને આરોપી ચિરાગની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે બંનેએ ધોકા વડે હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...