તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીજા તબક્કાનું ખોદકામ:વિહારમાં પુરાતત્વ વિભાગના ખોદકામમાં ટેકરા પરથી મૂર્તિઓના અવશેષો મળ્યા

મહેસાણા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિહારીયા હનુમાનજી મંદિર પાસે પુરાતત્વ વિભાગ દ્વારા બીજા તબક્કાનું ખોદકામ
 • પ્રથમ તબક્કામાં પશ્ચિમ દિશામાં દ્વાર અને પગથિયાં જેવો ઢાંચો મળી આવ્યો હતો

પુરાતત્વ વિભાગ દ્વારા માણસા તાલુકાના વિહાર ગામની સીમમાં વિહારીયા હનુમાનજી મંદિરની બાજુમાં છેલ્લા 21 દિવસથી ટેકરાનું ખોદકામ કરાઇ રહ્યું છે. પ્રથમ તબક્કાના ખોદકામમાં બાંધકામના પાયા સહિતના ઢાંચાના અવશેષો મળ્યા બાદ બીજા તબક્કાનું કામ શરૂ કરાયું છે.

ટેકરાની ઉપરની બાજુથી શરૂ કરાયેલા ખોદકામમાં એક ફૂટથી પણ ઓછી ઊંડાઇએથી ખંડિત થયેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે. ​​​​​​​વિહારિયા હનુમાનજી મંદિર પાસે પુરાતત્વ વિભાગ દ્વારા પ્રથમ તબક્કે ટેકરાની ચારેય બાજુના ખોદકામમાં જમીન સ્તરથી 13 ફૂટ જેટલી ઊંડાઇ સુધી કરાયું છે. જેમાં ટેકરાની ચારેય બાજુ ઓછી વતી ઊંડાઇએ બાંધકામના પાયાનો ઢાંચો મળી આવ્યો છે. તેમજ પશ્ચિમ દિશામાં દ્વાર અને પગથિયા જેવો ઢાંચો મળી આવ્યો છે.

ચાલુ સપ્તાહે પુરાતત્વ વિભાગ દ્વારા બીજા તબક્કાનું ખોદકામ આશરે 4 મીટર ઉંચાઇના ટેકરાની ઉપરની બાજુથી શરૂ કરાયું છે. ટેકરાના મધ્યભાગમાં બે બાજુ શરૂ કરાયેલા ખોદકામમાં એક ફૂટથી ઓછી ઊંડાઇથી મૂર્તિ આકારના અવશેષો મળી આવ્યા છે. જોકે, નાના-નાના ટુકડામાં ખંડિત થયેલી મૂર્તિઓ કયા દેવી-દેવતાઓની છે તે સ્પષ્ટપણે ખ્યાલ આવી શકે તેમ નથી. જેને લઇ આ અવશેષો પરીક્ષણ માટે વડનગર લેબમાં મોકલાયા હોવાનું સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો