તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિહાર ગામના વિહારીયા હનુમાનજી મંદિર પાસે પુરાતત્વ વિભાગ છેલ્લા 25 દિવસથી ખોદકામ કરી રહ્યો છે. ખોદકામની સાથે આસપાસના વિસ્તારોમાં સર્ચ કરતી વિભાગની ટીમ ગામના સ્વામિનારાયણ મંદિરમાં પૂજાતી વરાહ ભગવાનની મૂર્તિ સુધી પહોંચી હતી. પ્રાથમિક તબક્કે આ મૂર્તિ સોલંકીકાળની હોવાનું અનુમાન છે.
આ આકારની મૂર્તિ દેશની એકમાત્ર હોવાની પુરાતત્વ વિભાગ જણાવે છે. ઉલ્લેખનીય છે કે, વરાહ ભગવાનની મૂર્તિ ગામના સ્વ.જોઈતારામ ઉજમદાસ પટેલને તેમના ખેતરમાંથી લગભગ 80 વર્ષ પૂર્વે મળી હતી. મૂર્તિ સાથે શંખ, શાલીગ્રામજી અને માટીનું પાત્ર મળી આવ્યું હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું. આ અલભ્ય મૂર્તિની પૂજા-અર્ચના સાથે જાળવણી થાય તે માટે જે-તે સમયે જોઇતારામ પટેલે મૂર્તિને સ્વામિનારાયણ મંદિરમાં પધરાવી હતી.
વરાહ ભગવાની મૂર્તિના મુખના ભાગે ભગવાન વિષ્ણુની નાની પ્રતિમા સાથે આગળના ભાગે દેવી-દેવતાની બે મોટી પ્રતિમા છે. મૂર્તિના પૂછના ભાગમાં કોતરણી વાળુ પાત્ર છે. તેમજ મૂર્તિની પીઠ પર વાસુકીનાગ સાથે સમુદ્ર મંથનનો પ્રસંગ દર્શાવતી દેવ-દાનવોની નાની નાની પ્રતિમાઓ છે. ચારે પગ પર ભગવાનની પ્રતિમાની કોતરણી કરેલી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.