વધુ એક કથિત ભરતી પરીક્ષા કૌભાંડ:અરવલ્લી અને સાબરકાંઠાનું નામ ગાજ્યું; ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયાનો આપ નેતા યુવરાજસિંહનો આક્ષેપ

મહેસાણા, હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અવધેશ પટેલ - Divya Bhaskar
અવધેશ પટેલ

ત્રણ સપ્તાહ પૂર્વ હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની તપાસ પૂરી થયાની હિંમત પોલીસે બતાવી નથી એટલામાં ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જેટકોની મંગળવારે લેવાઇ રહેલ પરીક્ષામાં કૌભાંડ આચરાયાનો ધડાકો કરતા સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં ભૂકંપ આવી ગયો હતો અને બંને જિલ્લાની પોલીસ દોડતી થઇ ગઇ હતી. બાયડના ચોયલાથી પ્રાંતિજમાં પરીક્ષા આપવા આવેલ મિત પટેલ નામના યુવકને લઇ પ્રાંતિજના બે પોલીસકર્મી રવાના થઇ બાદ રહસ્ય ઘેરું બન્યુ હતું અને પેપરલીક કાંડમાં પોલીસે તમામ શકમંદોને અગાઉથી જ દબોચી લીધા હતા.

પ્રકરણમાં અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને ધનસુરાના અવધેશ પટેલ, બાયડના ચોઇલામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો અજય પટેલ, ધનસુરાની જે.એસ.મહેતા હાઇસ્કૂલના શિક્ષક અરવિંદ પટેલની સંડોવણી

અજય પટેલ
અજય પટેલ

તે પદ્ધતિનું પુનરાવર્તન થઇ રહ્યું છે. સમગ્ર પ્રકરણમાં અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલ, બાયડના ચોઇલામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો અજય પટેલ, ધનસુરાની જે.એસ.મહેતા હાઇસ્કૂલના શિક્ષક અરવિંદ પટેલની સંડોવણી પણ બહાર આવી છે. પ્રકરણમાં જે લોકોના નામ બહાર આવ્યા છે તે મોટાભાગના લોકો બાયડ, ધનસુરા અને પ્રાંતિજ તાલુકાના છે. મંગળવારે આપ નેતા યુવરાજસિંહે ઊર્જા વિભાગમાં થયેલી ભરતીમાં ગેરરિતી થયાનો આક્ષેપ કરતાં જણાવ્યું વર્ષ 2021 માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ અપાયા છે.

મિત પટેલને લઇ પ્રાંતિજ પોલીસ રવાના થઈ ગઈ હતી- ગૌતમ મિસ્ત્રી
મિત પટેલને લઇ પ્રાંતિજ પોલીસ રવાના થઈ ગઈ હતી- ગૌતમ મિસ્ત્રી

જેમાં વચેટીયાઓમાં ધનસુરાના અને ધનસુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ પટેલ, અવધેશ પટેલ, શ્રી કાન્ત શર્મા વડોદરા અજય પટેલ ચોઇલા તથા હર્ષ નાયીના નામ આ કૌભાંડમાં બહાર આવ્યા છે. પરીક્ષામાં લાભ લેનારા વિદ્યાર્થીઓમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ,રજનીશ પટેલ,પ્રિયંમ પટેલ,આંચલ પટેલ રાહુલ પટેલ,પ્રદિપ પટેલ,બાબુ પટેલ, જીગીશા પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. યુવરાજસિંહે મંગળવારે ફરીથી ધડાકો કરી જેટકોની સિવિલ અને ઇલેક્ટ્રીકલમાં થઇ રહેલ ભરતીની પરીક્ષામાં કૌભાંડ આચરાયું હોવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો.

અરવિંદ પટેલનું મકાન
અરવિંદ પટેલનું મકાન

યુવરાજસિંહે કૌભાંડમાં સંડોવાયેલ 11 શખ્સોના નામ જાહેર કર્યા હતા તે પૈકી બાયડના ચોયલા ગામનો મિત પટેલ કાર નં. જી.જે-9-એ.જી-393 લઇને પ્રાંતિજમાં સિનિયર સિવિલ એન્જીનિયરની પરીક્ષા આપવા આવ્યો હોવાની પણ જાહેરાત કરતા દોડધામ મચી હતી મિત પટેલ પરીક્ષા આપીને બહાર નીકળતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના વસંતભાઇ ચૌધરી અને અશોકભાઇ મિત પટેલને લઇ રવાના થઇ ગયા હતા. બીજી બાજુ અરવલ્લી પોલીસ ધનસુરાના અવધેશ પટેલને શાળામાંથી લઇ ગઇ હતી. બંને કિસ્સામાં સત્તાવાર રીતે અટકાયત કર્યાની પોલીસે મોડી સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી.

અજય પટેલનું મકાન
અજય પટેલનું મકાન

યુવરાજસિંહે ભરતી કૌભાંડમાં ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે એડવાન્સ પેટે પાસ કરવા રૂ. 2 લાખ એડવાન્સ પેટે લેવાય છે અને પેપર દીઠ રૂ. 21 લાખ લાવાયાનો આક્ષેપ કર્યો હતો. એક જ ગામના 18 યુવાનોને નોકરી અપાતા અને એક જ સિકવન્સમાં એક સરખા માર્કસ હોવાથી આખુ કૌભાંડ નજરમાં આવ્યું હોવાનું તથા છેલ્લા 3 વર્ષમાં ઊર્જા વિભાગમાં થયેલ ભરતીમાં કૌભાંડ થયાનો સીધો આક્ષેપ કર્યો હતો. આ અંગે અરવલ્લી પોલીસવડાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે આ મામલો ધ્યાને આવ્યો છે જે કોઈ નામ બહાર આવ્યા છે તેની તપાસો LCBએ તપાસ શરૂ કરી છે.

આક્ષેપકર્તા ઇન્વેસ્ટીગેશનને લીડ કરી રહ્યો છે હેડક્લાર્ક પેપર લીક કાંડમાં આક્ષેપકર્તાએ જેમ જેમ ખૂલાસા કર્યા તેમ પોલીસ તપાસમાં આગળ વધી હતી અને આક્ષેપોથી વિશેષ કંઇ બહાર પણ આવ્યુ નથી તેવી જ રીતે મંગળવારે કરેલ પ્રેસ કોન્ફરન્સમાં નામ જાહેર થતાની સાથે બંને જિલ્લાની પોલીસ દોડતી થઇ છે અને જાહેર થયેલ નામવાળા વ્યક્તિઓને પકડવા શરૂ કર્યા છે બંને કિસ્સામાં ફરિયાદ નોંધાયા વગર તપાસ શરૂ થઇ ગઇ છે પોલીસને આક્ષેપો પર એટલો વિશ્વાસ છે કે યુવરાજસિંહ નામ જાહેર કરે છે અને પોલીસ પકડી લે છે ! સૌથી કમનસીબ એ બાબત છે કે પોલીસ સ્પષ્ટતા પણ કરી શકતી નથી.

અવધેશ પટેલ અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મહામંત્રી
યુવરાજસિંહ દ્વારા કરાયેલ આક્ષેપમાં ધનસુરાના અવધેશ પટેલ નું નામ બહાર આવ્યું છે. જે અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી છે.

ચોઇલાનો અજય પટેલ ટ્યુશન કલાસીસ ચલાવતો
ઊર્જા વિભાગના પેપર કૌભાંડમાં બાયડના ચોઇલાના અજય પટેલ ચોઇલામાં તથા બાયડ ખાતે થોડા સમય અગાઉ ટ્યૂશન કલાસીસ ચલાવતા હતા

હિંમતનગર તાલુકાનું એક ગામ પણ શંકાના દાયરામાં
યુવરાજસિંહે બાયડ તાલુકાના એક ગામના 18 યુવાનોની ભરતીને શંકાસ્પદ ગણાવ્યા બાદ એક વર્ષ અગાઉ યુજીવીસીએલ દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષામાં હિંમતનગરના એક ગામના દોઢ ડઝનથી વધુની થયેલ ભરતી પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. ચોંકાવાજનક એવી પણ માહિતી મળી રહી છે કે આ પંથકનો જ મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતો એક શિક્ષક આવી બધી બાબતોમાં પારંગત છે જે હજુ પોલીસના રડાર પર આવ્યો નથી.

શિક્ષક અરવિંદભાઈ પટેલની અટકાયત કરાઇ
ધનસુરાના અરવિંદભાઈ પટેલ ધનસુરાની જે.એસ.મહેતા હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરે છે અને તેમની પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે.

પેપરદીઠ 21 લાખ લેવાયાનો આક્ષેપ
યુવરાજસિંહે ભરતી કૌભાંડમાં ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે એડવાન્સ પેટે પાસ કરવા રૂ. 2 લાખ એડવાન્સ પેટે લેવાય છે અને પેપર દીઠ રૂ. 21 લાખ લેવાયાનો આક્ષેપ કર્યો હતો.

અજય પટેલની પત્ની જામનગરમાં શિક્ષિકા
બાયડના ચોઇલાના અજય પટેલ થોડા દિવસ પહેલા બાયડ તથા ચોઈલા ખાતે હોવાનું બહાર આવ્યું હતું જ્યારે તેમના પત્ની જામનગર ખાતે શિક્ષિકાની નોકરી કરતા હોવા ને લઈ અવારનવાર જામનગરમાં તેઓ જતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું

મારા પતિ બિલકુલ નિર્દોષ છે: જયાબેન પટેલ
આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અરવિંદભાઈ પટેલના પત્ની જયાબેન પટેલે જણાવ્યું કે આ બધું ખોટું છે મારા પતિ બિલકુલ નિર્દોષ છે. જ્યારે વિશાળ બંગલાને લઇ કૌભાંડની ચર્ચાએ વેગ પકડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...