ટ્રાફિક સિગ્નલ ચાલુ થશે?:મહેસાણા શહેરના બંધ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવા આગામી સાધારણ સભામાં મંજૂરી મંગાશે

મહેસાણા8 મહિનો પહેલા
  • છેલ્લા 10 વર્ષથી શહેરના તમામ સિગ્નલ શોભના ગાંઠિયા સમાન
  • ફરી એકવાર લાખોના ખર્ચ કર્યા બાદ પણ સિગ્નલ ચાલુ રહેશે કે નહીં મોટો સવાલ

મહેસાણા શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ટ્રાફિક સિગ્નલ ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેને ચાલુ કરવા માટે મહેસાણા નગરપાલિકા આગામી દિવસોમાં સાધારણ સભામાં દરખાસ્ત રજૂ કરી મંજૂરી માંગવા આતુર છે.

મહેસાણા શહેરમાં હાઇવે અને બજાર વિસ્તારોમાં મોટા ભાગે ટ્રાફિકજામ અવાર નવાર થતો હોય છે. ત્યારે ટ્રાફિક નિયંત્રણ માટે ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવ્યા હતા. જોકે, સિગ્નલો બંધ હાલતમાં જોવા મળે છે.

તમામ સિગ્નલ ચાલુ નહીં હોવાથી ગૃહ વિભાગ દ્વારા ઇન્સ્ટોલ કરેલા આર.એલ.વી.ડી કેમેરા કાર્યરત થઈ શક્યા નથી. જેથી સિગ્નલને ચાલુ કરવા માટે સરકારના ગૃહ વિભાગે આદેશ કર્યા હતા. જે બંધ સિગ્નલને ચાલુ કરવા માટે પાલિકાના સત્તાવાહકો દ્વારા બજારમાંથી ભાવ મંગાવવામાં આવતા સિગ્નલના રીપેરીંગ કામ પાછળ આશરે 24 લાખ 79 હજાર 217નો ખર્ચ થવાનો અંદાજ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ મામલે આગામી 31 જાન્યુઆરીના દિવસે મળનારી સભામાં આ મામલે દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...