તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Appointment Of Visnagar Province Officer To Conduct Election Of Dudh Sagar Dairy, Order To Conduct All Election Proceedings Of District Cooperative Milk Producers Union

નિયુક્તિ:દૂધ સાગર ડેરીની ચૂંટણી યોજવા માટે વિસનગર પ્રાંત અધિકારીની નિયુક્તિ, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીની તમામ કાર્યવાહી કરવા હુકમ

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા દૂધ સાગર ડેરીની વર્તમાન વ્યવસ્થાપક કમિટીના ચૂંટાયેલા સભ્યોની મુદત 27 નવેમ્બર પૂર્ણ થાય છે પરંતુ સંઘમાં વર્તમાન વ્યવસ્થાપક સમિતિ ને દૂર કરીને 7 સપ્ટેમ્બરથી વહીવટદાર ચાર્જ સંભાળી રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે જિલ્લા કલેકટર દ્વારા મહેસાણા દૂધ સાગર ડેરી માં આગામી પાંચ વર્ષના શાસન માટે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજવાની તમામ કાર્યવાહી કરવા વિસનગર પ્રાંત અધિકારીને નિમણૂક કરી દેવામાં આવ્યા છે ,ત્યારે હવે નજીકના દિવસમાં જ કામ ચલાઉ મતદારયાદી, વાંધા સૂચનો વઞેરે સાથે ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે અને તે મુજબ ચૂંટણી કાર્યવાહી આગળ વધશે. ચૂંટણી અધિકારી મુકાઈ જતાં હવે દૂધ સાગર ડેરી મા પગદંડો જમાવવા માટે બંને જૂથો મતદાર યાદી બહાર પડે એ પહેલા જ મંડળીઓના મતો અંકે કરવા કામે લાગી ગયા છે.

મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા દૂધસાગર ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીની નિમણૂક માટે જિલ્લા કલેકટરને વિનંતીપત્ર કરાયો હતો. છેલ્લે દૂધસાગર ડેરીમાં 28 નવેમ્બર 2015ના ના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને તેની પ્રથમ સભા 2જાન્યુઆરી 2016ના રોજ મળી હતી. હાલ વહીવટદાર શાસન છે અને આ દરમિયાન વર્તમાન વ્યવસ્થાપક સમિતિની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે.

ત્યારે જિલ્લા કલેકટર દ્વારા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી માં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજવા તથા ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરવા વિસનગર નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી સી.સી. પટેલ ની મણૂક કરી દેવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સૂત્રોએ કહ્યું કે હવે ચૂંટણી અધિકારી કામચલાવ મતદાર યાદી બહાર પાડશે ,એ સાથે જ વાધા સૂચનો માટેની પણ તારીખો નક્કી થશે. વાંધા-સૂચનો નિકાલ બાદ મતદાર યાદીને આખરી પ્રસિધ્ધ થશે અને પછી ચૂંટણી કાર્યક્રમ મુજબ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...