ગ્રામ પંચાયતોની ચૂંટણી:જિલ્લામાં ગ્રા.પં.ના ચૂંટણીલક્ષી કામો માટે 15 નોડલ ઓફિસરની નિમણૂંક

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદો-વ્યવસ્થાથી લઇ મતદાન મથકે ફર્સ્ટ એઇડની કીટ સહિતની જવાબદારી

મહેસાણા જિલ્લામાં 163 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આયોજન અને સંચાલન માટે ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે અને તેમાં કોઇ અડચણ તથા મુશ્કેલી હોય તો સમયસર દૂર કરવામાં આવે તે માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવતી વિવિધ ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓ, કાર્યો માટે 15 નોડલ ઓફિસરોની નિમણૂંક કરાઇ છે. જે સોંપેલ વિસ્તારમાં કામની દેખરેખ અને અમલીકરણ માટે જવાબદાર રહેશે.

નોડલ ઓફિસરોની નિયુક્તિમાં જિલ્લા કક્ષાએ આયોજન અધિકારી અને તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ આચારસંહિતા અમલીકરણમાં, તમામ પ્રાંત અધિકારી માર્ગદર્શન કો-ઓર્ડિનેશન તેમજ સુપરવિઝન મતપેટી મેનેજમેન્ટની કામગીરીમાં, પ્રાંત અધિકારી તેમજ નાયબ પોલીસ અધિક્ષક (હેડ કવાર્ટર)ને કાયદો અને વ્યવસ્થા, કાર્યપાલક ઇજનેર મહેસાણા માર્ગ-મકાન (સ્ટેટ)ને ઓબ્ઝર્વર્સ લાયઝનિંગ, મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ડીપીઓ અને રમતગમત અધિકારી, કોમ્પ્યુટરાઇઝેશન તથા ઇ-ડેશબોર્ડમાં ડેટા એન્ટ્રીમાં એનઆઇસીના ડીઆઇઓ, હિસાબી બાબતમાં જિલ્લા તિજોરી અધિકારી, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ માટે અધિક ચિટનિશ ટુ કલેકટર અને નાયબ મામલતદાર એમએસસી દફ્તર મહેસાણા, સ્ટાફ એન્ડ ટ્રેનિંગ મેનેજમેન્ટમાં નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી, વાહનોની...અનુસંધાન 2 પર

અન્ય સમાચારો પણ છે...