ઓનલાઈન અરજી:ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની અરજી હવે ગ્રા.પં.માંથી ઓનલાઈન થઇ શકશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • RTOની 4 સેવાઓ પંચાયત લેવલે ઓનલાઇન ઉપલબ્ધ કરાઇ
  • પં.ઓપરેટર ​​​​​​​નવીન, ડુપ્લીકેટ તેમજ રિન્યુઅલ લાઇસન્સ કરવા અરજી કરી શકશે

ગામડામાં રહેતા લોકોને હવે નવીન ડ્રાઇવિંગ લાઇસન્સ, ડુપ્લીકેટ કે લાયસન્સ રિન્યુ કરાવવા માટે આરટીઓ ઓફિસ સુધી લાંબા નહીં થવું પડે. ગ્રામ પંચાયત લેવલે જ આરટીઓની 4 જેટલી સેવાઓ રાજ્ય સરકારે ઓનલાઇન ઉપલબ્ધ કરાવતાં પંચાયતનો ઓપરેટર જ હવે ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ અંગેની 4 પ્રક્રિયાઓ કરી શકશે.

ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયા કરવા માટે પહેલાં ગ્રામ્ય વિસ્તારના લોકોને જિલ્લા મથકે આરટીઓ કચેરીએ લાંબા થવું પડતું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયત લેવલે જ આરટીઓની 4 સેવાઓને ઓનલાઈન શરૂ કરાઇ છે.

જેને લઇ નવીન કે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું, રિન્યુ કરાવું કે પછી રિપ્લેસમેન્ટ કરવા સહિતની તમામ કામગીરી કે જેને કરવા માટે પહેલાં આરટીઓ કચેરીએ જવું પડતું અને ધક્કા ખાવા પડતા, પરંતુ હવે ગામડાના લોકો ઘરઆંગણે ગ્રામ પંચાયતમાંથી જ પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સ અંગેની આ કામગીરી કરી શકશે.

પંચાયતમાં ઓપરેટરોને જે સેવા ઉપલબ્ધ કરાવાઇ છે તેમાં હવે અધર સર્વિસમાં ટ્રાન્સપોર્ટ નામની સર્વિસ ઉમેરવામાં આવે છે. જેમાંથી આરટીઓની ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી આ ચાર કામગીરી ઓનલાઈન થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...