દેખાવો:ઉ.ગુ.માં બરોડા બેંકની શાખાઓ આગળ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે દેખાવો

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 માંગણીને લઇ કાળાબેઝ પહેરી યુનિયનના સભ્યોએ ફરજ બજાવી

બેંક ઓફ બરોડા રીઝનલ ઓફિસ હેઠળની મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની શાખાઓમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો હલ નહીં થતાં હડતાળ પહેલાં હલ્લાબોલના વિવિધ કાર્યક્રમો બેંક ઓફ બરોડા નોર્થ ગુજરાત એમ્પલોઇઝ યુનિયન દ્વારા આપવામાં આવેલા હોઇ મંગળવારે શાખાઓ આગળ કર્મચારીઓએ પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યાં હતાં.

મહેસાણા રિજિયનમાં આવતી બરોડા બેંકની શાખાઓમાં કર્મચારીઓએ મંગળવારે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. વિશેષ વેતનની ખાલી જગ્યાઓ ભરવી સહિતની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતાં નોર્થ ગુજરાત બેંક ઓફ બરોડા એમ્પલોઇઝ યુનિયન દ્વારા મંગળવારે પ્રદર્શન કરાયાં હતાં. જેમાં મહેસાણા રાજમહેલ રોડ સહિતની બરોડા બેંકની શાખાઓમાં સાંજે 5.15 વાગ્યા બાદ શાખા બહાર કર્મચારીઓ એકઠા થઇ પ્રશ્નો અંગે દેખાવો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...