જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓ વધી:મહેસાણામાં આઝાદી કૂચ યાત્રા કેસમાં મેવાણી સહિત 10 લોકોની સજા વધારવા કોર્ટમાં અપીલ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કુચ યાત્રાને પરવાનગી ન હોવા છતાં આઝાદી કુચ યાત્રા કાઢવા મામલે મહેસાણામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ચાર મહિના પૂર્વે ત્રણ મહિનાની સજા મહેસાણા કોર્ટે ફટકારી હતી. આ સજામાં તેમને નિર્દોષ છોડવા ધારાસભ્ય મહેસાણા સેશન કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે સરકાર પક્ષે સજા વધારવા અપીલ દાખલ કરી છે.

ધારાસભ્ય સહિત 10 આરોપીઓને સજા સંભળાવી હતી
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં વર્ષ 2017માં મહેસાણાથી ધાનેરા ખાતે આઝાદી કૂચ યાત્રા નીકળી હતી. પરવાનગી ન હોવા છતાં યાત્રા કાઢવામાં આવતા જીગ્નેશ મેવાણી, યાત્રાના આયોજકો અને આગેવાનો સામે મહેસાણા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં મહેસાણા કોર્ટે વડગામના ધારાસભ્ય સહિત 10 આરોપીઓને ગત તારીખ 5 સપ્ટેમ્બરના રોજ ત્રણ મહિનાની સજા સંભળાવી હતી.

ધારાસભ્ય મુશ્કેલીમાં મુકાઇ શકે છે
મહેસાણા કોર્ટના ચુકાદાથી નાખુશ થઈ જીગ્નેશ મેવાણી સહિત આરોપીઓએ મહેસાણા સેશન કોર્ટમાં તેમને નિર્દોષ છોડવા અપીલ કરી હતી. આ અપીલ સામે સરકારી વકીલ પરેશ દવે સરકાર તરફે મહેસાણા જિલ્લા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટમાં વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીની સજામાં વધારો કરવા અપીલ દાખલ કરવામાં આવી હતી. મહેસાણા સેશન કોર્ટમાં વડગામ ધારાસભ્યની સજામાં વધારો કરવા અપીલ દાખલ કરવામાં આવતા તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...