તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:આજે મહેસાણા શહેરના મદનમોહનજીની હવેલી સિવાયના મંદિર ભક્તો માટે ખુલશે

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ, પરિસરમાં બેસી શકાશે નહીં

58 દિવસ બાદ સરકારે મંદિર ફરી ખોલવાની છુટ અાપી છે. જે અંતર્ગત મહેસાણા શહેરમાં મદનમોહનજીની હવેલી સિવાયના તમામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. જો કે, ભક્તોઅે ભગવાન સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન કરવા પડશે. અેક મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. તેમજ દર્શન બાદ મંદિર પરિસરમાં બેસી શકાશે નહીં.શહેરના સ્ટેશન રોડ પર અાવેલા મદનમોહનજીની હવેલી મંદિર સિવાયના તમામ મંદિર અાજથી ભક્તો માટે ખુલ્લા રહેશે. રાધનુપર સર્કલ સ્થિતિ બીઅેપીઅેસ સ્વામિનારાયણ મંદિરમાં હરીભક્તોઅે કોરોના ગાઇડલાઇનના પાલન વચ્ચે મંદિરના ચોકથી જ દર્શન કરવા પડશે.

મુખ્ય હાઇવે પર અાવેલા નરનારાયણ દેવ તાબાના સ્વામિનારાયણ મંદિર અને મોઢેરા રોડ પર અાવેલા અેસઅેમવીઅેસ સ્વામિનારાયણ મંદિરે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જ મંદિરમાં દર્શન કરી શકશે.શહેરના મોઢેરા સર્કલ નજીક અાવેલા સીમંધર સ્વામી જૈન મંદિર અને ધરમસીનેમા રોડ પર અાવેલા ઉપનગર જૈન સંઘમાં ભક્તોઅે નિયમોના પાલન વચ્ચે પુજા અને દર્શન કરી શકશે. જો કે, અેક પણ અનુષ્ઠાનમાં ભક્તો જોડાઇ શકશે નહીં. શહેરના ફુવારા સર્કલ નજીક અાવેલા ગણપતિ મંદિર અને લાખવડ રોડ પર અાવેલા સાંઇબાબા મંદિર ખાતે પણ ભક્તોઅે કોરોના ગાઇડલાઇન મુજબ દર્શન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...