તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રધ્ધા:અપરા એકાદશીએ કડીમાં સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય કલાત્મક શણગાર તથા 750 કિલો કેરીઓનો શણગાર કરાયો

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા

ગુણવંતી ગૂર્જર ભૂમીના કડી નગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિર છે. તેમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ અને હરિકૃષ્ણ મહારાજને અપરા એકાદશીના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો.

"સોનાની દડી" કડી સ્વામિનારાયણ મંદિરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ઘનશ્યામ મહારાજ અને હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર સહ આમ્રોત્સવ - કેરીઓને કલાત્મક રીતે સજાવટ કરવામાં આવી હતી. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અનુજ્ઞાથી અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ અને હરિકૃષ્ણ મહારાજની આરતી મહંતશ્રી યોગેશ્વરદાસજી સ્વામીએ ઉતારી હતી. સ્વામિનારાયણ મંદિર, કડીથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.

વૈશાખ વદ અગિયારસ જેને અપરા એકાદશી કહેવાય છે. અપરા એકાદશી (કાકડી)ને જલક્રિડા, ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પુણ્ય અપાનારી આ એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાના પાપ નાશ પામે છે આવું વિષ્ણુપુરાણમાં જણાવવામાં આવ્યું છે.

અપરા એકાદશી કરવાથી બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે છે. આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ઘરાવાનો સવિશેષ મહિમા છે. અપરા એકાદશીના મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે. આ અપરા એકાદશીને મહાપુણ્યપ્રદા અને મહાપાપનાશિની કહેવામાં આવે છે. અપરા એકાદશી અમિત ફળને આપનારી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં જણાવાયું છે કે, આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવામાં આવે છે, ત્યારે રૂપીયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...