તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ ના થતાં વાલીઓના આંટાફેરા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ શરૂ થાય ત્યારે પ્રવેશપાત્ર બાળક લાભ લઇ શકશે : તંત્ર

કોરોનાની બીજી લહેર પછી શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું અને પ્રવેશ પછી વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ ધીરેધીરે ગતિમાં આવી રહ્યા છે. પરંતુ હજુ ધો.1માં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા વંચિત વર્ગના બાળકોને પ્રવેશની જોગવાઇમાં સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ નથી.

ખાનગી સ્કૂલમાં સરકારી યોજના હેઠળ બાળકને ભણાવવા ઉત્સુક વાલીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તેમજ વિવિધ સ્કૂલોમાં ક્યારથી આરટીઇ પ્રવેશ શરૂ થશે તેની પૂછપરછ કરવા આંટાફેરા લગાવી રહ્યા છે. જોકે, પ્રા. શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, હાલમાં સરકારી શાળામાં બાળકને પ્રવેશ પછી પણ જ્યારે આરટીઇ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે તેમાં પ્રવેશપાત્ર બાળક લાભ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...