તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ એક ગરમાવો, હોમિયોપેથીકના વિદ્યાર્થીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

મહેસાણા21 દિવસ પહેલા
સરકાર દ્વારા સ્ટાઈપેન્ડમાં વધારો ન કરવામાં આવતા, આખરે વિદ્યાર્થીઓએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉઠાવ્યું
 • સોશિયલ મીડિયામાં ચૂંટણીના બહિષ્કારને લગતો એક નવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવશે: વિદ્યાર્થીઓ

મહેસાણા સહિત રાજ્યની ચાર ગ્રાન્ટ ઇન એઇડ હોમિયોપેથીક કોલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં વધારો નહીં થતા વિદ્યાર્થીઓએ આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેની સાથે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ચૂંટણીના બહિષ્કારને લગતો એક નવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવશે.

હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડ ન વધારાયા
સમગ્ર ગુજરાત રાજ્યની ચાર ગ્રાન્ટ ઇન એઇડ હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં વધારો નહિં કરાતા વિદ્યાર્થીઓએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં મહેસાણાની એ.જે સાવલા કોલેજ આગળ અગાઉ વિદ્યાર્થીઓએ ABVPના નેતૃત્વ હેઠળ સુત્રોચ્ચાર અને ઘંટનાદ જેવા કાર્યક્રમો કરીને અગાઉ આ પ્રકારના કાર્યક્રમો યોજી ચુક્યા છે. પરંતુ સરકારના દ્વારા કોઈપણ પ્રતિસાદ ન મળતા વિદ્યાર્થીઓએ હવે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.

વિદ્યાર્થીઓએ ચૂંટણીના બહિષ્કારનું શસ્ત્ર ઉઠાવ્યું
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર મેડિકલ,પેરામેડીકલમાં સ્ટાઈપેન્ડ 5 હજાર જેટલું હતું. પરંતુ તેમાં વધારો થઇ જતા તે 9 હજાર રૂપિયા કરી દેવાયું છે. જેમાં આયુર્વોદમાં સ્ટાઇપેન્ડ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હોમિયોપેથીકના વિદ્યાર્થીઓને તેના લાભ મળવા પામ્યો ન હતો.

જેથી આનાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરી ચુક્યા હતા, તેમ છતા આ મામલે તેમણે કોઇપણ પ્રતિસાદ મળ્યો ન હતો. જેના કારણે સરકારના આ પ્રમાણેના રૂખને જોતા આખરે વિદ્યાર્થીઓએ ચૂંટણીના બહિષ્કારનું શસ્ત્ર ઉઠાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો