તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટલ યોજના:મહેસાણાની વધુ 213 સોસાયટીઓને સ્ટ્રીટલાઇટના બિલથી મુક્તિ મળશે, સ્ટ્રીટલાઇટ યોજનામાં અગાઉ 22 સોસાયટીએ લાભ લીધો

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા શહેરની ખાનગી સોસાયટીઓ સ્ટ્રીટ લાઇટના મીટર પાલિકાના નામે ટ્રાન્સફર કર્યેથી તેનું વીજબિલ નગરપાલિકા ભરે છે. આ અટલ સ્ટ્રીટ લાઇટ યોજનાનો લાભ લેવા 213 જેટલી ખાનગી સોસાયટીઓની અરજીઓ પાલિકાને મળી છે. જે પૈકી 22 સોસાયટીની યુજીવીસીએલ રાહે પ્રક્રિયા પૂર્ણ થતાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું કુલ રૂ.28 હજાર વીજબિલ નગરપાલિકાએ ભર્યું હતું. સ્ટ્રીટલાઇટના વીજબિલથી મુક્તિનો લાભ મેળવવા હવે 213 સોસાયટીઓ લાઇનમાં છે.

એલઇડી લાઇટ નાખનાર ખાનગી સોસાયટીઓને સ્ટ્રીટલાઇટ વીજબિલમાંથી મુક્તિ અપાય છે. જેમાં પાલિકામાં ફોર્મ, ડોક્યુમેન્ટ જમા કર્યા પછી અરજી મંજૂર થયે મીટર પાલિકાના નામે ટ્રાન્સફર થતાં જે-તે સોસાયટીના સ્ટ્રીટ લાઇટનું બિલ નગરપાલિકાના નામે આવે છે.

213 જેટલી અરજીઓ પાલિકાને મળી છે
સ્ટ્રીટલાઇટ શાખાના સૂત્રોએ કહ્યું કે, અટલ સ્ટ્રીટ લાઇટ યોજનાનો લાભ લેવા 213 જેટલી અરજીઓ પાલિકાને મળી છે. ચીફ ઓફિસર, પ્રમુખ રાહે મંજૂર થઇ આવતી અરજી યુજીવીસીએલમાં નામ ટ્રાન્સફર માટે મોકલી અપાય છે. જેમાં સોસાયટી સિક્યુરિટી ડિપોઝિટ બાકી હોય તો યુજીવીસીએલમાં ભરપાઇ કરે છે, નિયત ફીમાં રજીસ્ટ્રેશન બાદ મીટર નામ ટ્રાન્સફર થઇ આવે સોસાયટીને સ્ટ્રીટલાઇટના વીજબિલમાંથી મુક્તિ આપી પાલિકા વીજબિલ ભરપાઇ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો