તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર અભિગમ:તરછોડાતાં નવજાત બાળકોનું અમૂલ્ય જીવન બચાવી શકાય તે માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મુકાયું "અનામી પારણું'

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અહીં કોઇ સીસીટીવી કેમેરા ન હોઇ મૂકી જનારની ઓળખ છતી નહીં થાય

મહેસાણા સ્થિત જનરલ હોસ્પિટલમાં નવજાત શિશુ વિભાગ (એસએનસીયુ) માં સોમવારે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલના હસ્તે “અનામી પારણુ” મુકાયું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.જે. ચૌધરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કે.બી વાણિયા હાજર રહ્યા હતા.

સમાજમાં ક્યારેક તાજા જન્મેલા સંતાનોને જનેતા દ્રારા ક્યાંક અવાવરુ જગ્યાએ કે ઉકરડા ઉપર ત્યજી દેવાના કિસ્સા સામે આવે છે, ત્યારે આવા નવજાત બાળકોનું અમૂલ્ય જીવન બચાવી શકાય તેવા માનવીય અભિગમ સાથે રાજ્ય સરકાર દ્રારા અનામી પારણું મુકવાનું અભિયાન હાથ ધરાયું છે. અહીં એવી મજબૂર, લાચાર કે પછી અનિચ્છનીય સંતાનના માતા-પિતા કે તેમના વાલીઓને સંતાનને અવાવરુ જગ્યાએ કે ઉકરડા ઉપર ત્યજી ન દેતાં અહીં પારણામાં મૂકી જવાની તક મળશે. અહીં કોઇ સીસીટીવી કેમેરા લગાવેલા નથી તેમજ નવજાત બાળક મૂકી જનાર સામે કોઇ પગલાં લેવાશે નહીં અને તેમની ઓળખ છતી કરાશે નહીં.
બાળકનું પુન:સ્થાપન કરાશે
આ યોજના હેઠળ ત્યજી દિધેલ નવજાત બાળકને જુવેનાઇલ જસ્ટીસ એકટ- 2015 મુજબ દત્તક આપવાની પ્રક્રિયા હેઠળ તેનું પુન: સ્થાપન કરી તે બાળકનું પાલન, પોષણ અને ઉછેર કરવા ઇચ્છુક વાલીઓને સોંપવામાં આવશે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કે.બી.વાણિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો