સમસ્યા:મહેસાણાના ગાયત્રી મંદિર રોડ પર ગટર ઉભરાતાં રહીશો હેરાન

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા

મહેસાણા બિલાડી બાગ પમ્પીંગ સ્ટેશનમાં નવી મોટર નાખી પમ્પીંગ સ્ટેશન કાર્યરત કર્યા પછી પણ ગાયત્રી મંદિર રોડ ઉપર કુંડીઓમાંથી ગટરના પાણી ઉભરાઇને સોમવારે રસ્તામાં ફેલાતાં રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.

અહિથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને ગંદા પાણીમાંથી પસાર થવાની હાલાકીઓ સર્જાઇ રહી છે. છેલ્લા 10 દિવસમાં અવારનવાર ગટરો ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત રહીશો નગરપાલિકા તંત્ર પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...