તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:સિવિલમાં 20 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવાની જાહેરાત, 70 દિવસે વીજ જોડાણ મળ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સિવિલમાં રૂ.1.73 કરોડના ખર્ચે ONGCના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે
  • બે દિવસમાં શેડ બનાવી ટેસ્ટીંગ સાથે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવાશે : તંત્ર

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજનના ભાગરૂપે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રૂ.1.73 કરોડના ખર્ચે પ્રતિ મિનિટ 1500 લિટર ઓક્સિજન ઉત્પાદિત થાય તે માટે પ્લાન્ટ નાખવાની 6 જૂને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી. આ જાહેરાતના 70મા દિવસે શુક્રવારે વીજ જોડાણ મળી જતાં હવે ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થવાની સંભાવના છે.

નીતિનભાઈએ 6 જૂને સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લઈ જિલ્લામાં 7 ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવાની જાહેરાત સાથે 20 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું કહ્યું હતું. સિવિલના પીઆઈયુ વિભાગ દ્વારા કોપરની ટ્યુબોનુ કનેક્શન કરી પ્લાન્ટથી બેડ સુધી ઓક્સિજન પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરી હોવાનું ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો. પી.એમ. જોશીએ કહ્યું હતું. એકાદ-બે દિવસમાં શેડ બનાવી ટેસ્ટીંગ કરી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સિવિલના પીઆઈયુ વિભાગ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ માટે મેન્ટલ હોસ્પિટલની બહાર ફાઉન્ડેશન અને પાઈપ લાઈનની કામગીરી સાડા ત્રણ માસ અગાઉથી કરી દેવાઇ છે. પરંતુ, ઓએનજીસી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ત્રણ દિવસ અગાઉ જ અપાતાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં મોડું થયું છે.

અન્ય સમાચારો પણ છે...