તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:શિક્ષણના ભેખધારી અનિલ પટેલના પુસ્તક આધારિત ઈ-કાર્યક્રમ યોજાયો

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અનિલભાઈએ સમાજ ઉત્કર્ષ માટે આજીવન કાર્ય કર્યું

અનિલભાઈ પટેલે પોતાના પિતા ત્રિભુવનભાઈના પગલે સમાજ ઉત્કર્ષ માટે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાથી શરૂ કરીને અનેક કાર્યો કર્યાં. તેઓ વહેલા ગયા, નહીંતર હજી ઉત્તર ગુજરાતના ઉત્કર્ષ માટે ઘણું નવું કરવાનું તેમના મનમાં હતું." આ શબ્દો જાણિતા સાહિત્યકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીએ કહ્યા હતા.

અનિલભાઈનાં જીવનસાથી અને મહેસાણાનાં સંસદસભ્ય શારદાબેન પટેલે જણાવ્યું કે, તેઓ સતત સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત હતા. અમે પણ તેમના પગલે આગળ ધપી રહ્યાં છીએ.લેખક રમેશ તન્નાએ અનિલભાઈ પોતાના જીવન-કવન પર આધારિત પુસ્તક "અનોખા માનવરત્ન તથા જીવનશિલ્પી અનિલભાઈ પટેલ" (લેખકોઃ ભિખેશ ભટ્ટ, અનિતા અને રમેશ તન્ના) નો વિગતવાર પરિચય આપતાં જણાવ્યું કે,

તેઓ અંતરમુખી, નમ્ર, લોકનિષ્ઠ અને સંવેદનશીલ સમાજસેવક હતા. સર્વ મિત્ર અને અજાત શત્રુ અનિલભાઈ બધાંને સાથે રાખીને કામ કરી શકતા હતા. અનિલભાઈએ વતનપ્રેમના પગલે અમેરિકામાં સ્થાયી થવાની તમામ તક અને પ્રલોભનોને જતાં કરીને વતનમાં પરત કરવાનું નક્કી કર્યું હતું. અનેક પડકારોનો સામનો કરીને તેમણે અનેક શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કર્યું હતું. આનંદભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો