તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:વિજાપુરમાં આપ પાર્ટીની ઓફિસના ઉદ્દઘાટનમાં વિજય સુંવાળાને બોલાવવાની મંજૂરી ન મળતાં કાર્યકર્તાઓમાં રોષ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાધારી ભાજપ પક્ષ આમ આદમી પાર્ટીથી ડરી ગો છે: કાર્યકર્તાઓ
  • આગામી સમયમાં નવા કાર્યક્રમોને લઈને સરકારની દોહલી નીતિનો વિરોધ કરીશું: તાલુકા પ્રમુખ વિપુલ પટેલ

વિજાપુર તાલુકામા આમ આદમી પાર્ટી દ્વારા બીજના દિવસે પાર્ટીની ઓફિસના ઉદ્દઘાટન માટે વિજય સુંવાળાને આમંત્રિત કરીને કાર્યક્રમ રાખવા માટે મામલતદાર તેમજ પોલીસ મથકે મંજુરી માંગવામાં આવી હતી. જેની મંજુરી ન મળતા કાર્યકરોએ સરકારની ડબલ નીતિ સત્તાપક્ષ તરફનું વલણ રાખીને મંજુરી રદ કરતા આક્રોશ ઠાલવ્યો હતો.

એક તરફ ભાજપ કે કોંગ્રેસ પોતાના કાર્યક્રમો રાખી રહી છે તેઓને કોઈ કોવિડ-19ના પ્રશ્નો નડતા નથી. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઓફિસના ઉદ્દઘાટન માટે વિજય સુંવાળાને બોલાવવાની કાયદેસર રીતે મંજુરી માંગવામાં આવતા તેને રદ્દ કરતાં આપ પાર્ટીના કાર્યકરોમાં રોષ ઠાલવ્યો હતો. જિલ્લાના પ્રમુખ જીજ્ઞેશ પટેલ સહિત અન્ય નેતાઓ આવ્યા હોવાથી ઉદ્દઘાટનનો કાર્યક્રમ સરદાર પટેલના બાવલાને ફૂલ હાર કરી ઓફિસનો સાદગી પુર્ણ રીતે પતાવી દેવામાં આવ્યો હતો.

આ અંગે તાલુકા પ્રમુખ વિપુલ પટેલે જણાવ્યુ હતું કે, સત્તાધારી ભાજપ પક્ષ આમ આદમી પાર્ટીથી ડરી ગયો છે. એટલા માટે અમોને કાર્યક્રમ નહીં કરવા દેવા માટે સરકારના અધિકારીઓનો ઉપયોગ કરી કાર્યક્રમ ને રદ્દ કારવાયો છે. આગામી સમયમાં નવા કાર્યક્રમોને લઈને સરકારની દોહલી નીતિનો વિરોધ કરીશું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેયા હતા.

અન્ય સમાચારો પણ છે...