રેકોર્ડબ્રેક ગરમી:ઉત્તર ગુજરાતમાં અંગારા વરસ્યા, રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમી

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા 44.8 - 10 વર્ષમાં મે મહિનાનો ત્રીજો સૌથી ગરમ દિવસ
  • દિવસભર ચામડી દઝાડતો પવન ફૂંકાતાં લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું

ઉત્તર ગુજરાતમાં બુધવારે રીતસર અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું હોય તેમ ચામડી બળતી હતી. બુધવારે તાપમાન અચાનક 2 ડિગ્રી ઉંચકાતાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રેડએલર્ટ સાથે ચરમસીમાએ પહોંચેલી ગરમીના કારણે છેલ્લા 10 વર્ષમાં મે મહિનાનો ત્રીજો સૌથી ગરમ દિવસનો રેકોર્ડ બન્યો હતો. 20 મે 2016ના દિવસનું 48.0 ડિગ્રી તાપમાન મે મહિનાનો અત્યાર સુધીનો ગરમીનો રેકોર્ડ છે. ત્યાર બાદ 28 મે 2018ના રોજ 45.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

કારણ - અસાની વાવાઝોડાના કારણે ગરમીમાં વધારો
વેધર એક્સપર્ટના મતે, બંગાળની ખાડીમાં સર્જાયેલા અસાની વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત પરથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન બંગાળની ખાડી તરફ ફૂંકાયો હતો. જે નીચા સ્તરના પવન હોઇ ગરમીમાં વધારો જોવા મળ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ સાથે ગરમી અનુભવાઈ હતી.

ઉ.ગુ.માં ગરમીનો પારો
મહેસાણા44.8 (+1.6) ડિગ્રી
પાટણ45.0 (+2.0) ડિગ્રી
ડીસા45.0 (+2.0) ડિગ્રી
ઇડર44.9 (+1.5) ડિગ્રી
મોડાસા44.6 (+1.6) ડિગ્રી

આગાહી - એક સપ્તાહમાં ધીમે ધીમે ગરમી ઘટી શકે છે

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક એટલે કે ગુરુવારે ગરમીની આ સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ 4 દિવસ સુધીમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી ગરમી ઘટી શકે છે. એટલે કે આગામી સપ્તાહમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે આવી શકે છે.

10 વર્ષનો મેની ગરમીનો રેકોર્ડ
તારીખડિગ્રી
26/05/201242.2
21/05/201343.4
28/05/201444.4
17/05/201544.5
20/05/201648
20/05/201743.2
28/05/201845.8
30/05/201943.4
22/5/202044.9
09/05/202142.4
અન્ય સમાચારો પણ છે...