તપાસ:જગુદણ ચોકડી પાસે દારૂ ભરેલી બિનવારસી કાર મળી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તાલુકા પોલીસે રૂ.1.58 લાખના દારૂ, કાર સહિત 4.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા તાલુકાના જગુદણ ગામની ચોકડી નજીક રૂપિયા 1.58 લાખની કિંમતની 828 નંગ વિદેશી દારૂ ભરેલી બિનવારસી કાર મળી આવી હતી. તાલુકા પોલીસે દારૂનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂપિયા 14,58,640નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મહેસાણા તાલુકા પીઆઈ આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર. પટેલ તેમજ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જગુદણ ગામની ચોકડી નજીક રોડ ઉપરથી જીજે-02 બીએચ-8540 નંબરની વિદેશી દારૂની બોટલો ભરેલી બિનવારસી કાર મળી હતી. પોલીસે કારમાંથી રૂપિયા 1,58,640ની કિંમતની 828 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ સહિત કિંમત રૂપિયા 3 લાખની કાર સાથે કુલ રૂપિયા 4,58,640નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વિજાપુરની ડાભલા ચોકડી પાસેથી 1.30 લાખના દારૂ સાથે કાર ઝબ્બે, ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી દારૂ મળ્યો

બે રાજસ્થાની શખ્સોને ઝડપી માલ ભરી આપનાર વોન્ટેડ જાહેર

વિજાપુર-મહેસાણા હાઈવે ઉપર ડાભલા ચોકડી પાસે રૂ. 1.30 લાખની કિંમતની 657 નંગ દારૂની બોટલ ભરેલી કાર સાથે બે શખ્સોને વસાઈ પોલીસે ઝડપી પાડ્યા હતા. વસાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.એન.રાઠોડ તેમજ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ડાભલા ચોકડી ઉપર ગોઠવેલી વોચ દરમિયાન ખોટી નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૂ ભરી ગાંધીનગર તરફ જઈ રહેલી જીજે-27 એપી-9766 નંબરની સ્વીફ્ટ કારને ઝડપી લીધી હતી. કારમાં તપાસ કરતાં રૂપિયા 1,03,470ની કિંમતની 657 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કારમાં રહેલાં બંને શખ્સોની ધરપકડ કરીને કાર સહિત રૂપિયા 4,06,470 નો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા બંને શખ્સોની સાથે કારમાં દારૂ ભરી આપનાર સામે પણ ગુનો નોંધ્યો છે.

આરોપીઓના નામ
1.ડાંગી દેવીલાલ ગેરીલાલ
2.ડાંગી ધર્મેશ રૂપલાલ
બંને રહે.રખીયાવલ, તા.માવલી, જિ.ઉદેપુર(રાજસ્થાન)
3.ઈશ્વરસિંહ, (વોન્ટેડ)

અન્ય સમાચારો પણ છે...